India

ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરો ત્યારે આ 4 પોઇન્ટ હંમેશા યાદ રાખો નહિ તો થઇ જશે ખાતું ખાલી

મોબાઈલ કે કોમ્પ્યુટર તમે કોઈપણ ડિવાઈઝથી ગણતરીની મિનિટોઆ ઓનલાઇન ટ્રાંજેક્શન કરી શકો છો. ઘરે બેઠા તમે તમારી માટે વિશ્વની કોઈપણ વસ્તુ મંગાવી શકો છો. બસ ધ્યાન એટલું જ રાખવાનું છે કે તમારા ખાતામાં પૈસા હોવા જોઈએ. હવે એ વાત તો તમે પણ માનતા જ હશો કે જેમ જેમ સુવિધાઓ વધી રહી છે તેમ તેમ સાઇબર ફ્રોડ પણ વધી રહ્યા છે. તમારી એક નાનકડી ભૂલ તમને ખુબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. એટલે જરૂરી છે કે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાના સમયે અમુક ખાસ વાતનું ધ્યાન રાખવું. આજે અમે તમને જણાવશું એવી જ મહત્વની વાતો.

જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો છો અથવા કોઈપણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો, ત્યારે તમને બે વિકલ્પો દેખાશે. પહેલો પાસવર્ડ અને બીજો OTP. તમારે હંમેશા OTP વિકલ્પ પસંદ કરવો જોઈએ. આમ કરવાથી તમારો ટ્રાન્ઝેક્શન ખૂબ જ સુરક્ષિત છે, અને તમારો પાસવર્ડ કોઈ જોઈ શકશે નહીં.

જયારે પણ તમે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરો છો તો તેમાં એક ઓપશન હોય છે જેમાં તમે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની ડીટેલ સેવ કરી શકો છો તેનો અર્થ તમારા કાર્ડની ડીટેલ બધી જ સેવ રહેશે સીવીવી નંબર સિવાય. જેથી તમે ભવિષ્યમાં જયારે પણ કોઈ ટ્રાન્ઝકશન કરશો તો કાર્ડની બધી ડીટેલ નહિ ઉમેરવી પડે. પણ તમને જણાવી દઈએ કે સુરક્ષાની દ્રષ્ટિ એ આ યોગ્ય વાત નથી એટલે આવું કરશો નહિ.

જ્યારે પણ તમે કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જઈ રહ્યા હોવ તો હંમેશા તમારા અંગત મોબાઈલ અને કોમ્પ્યુટર/લેપટોપથી જ કરો. કોઈપણ સાયબર કાફે, ઓફિસ અથવા અન્ય કોઈની સિસ્ટમમાંથી આવું ક્યારેય ન કરો. હેકર્સ આ સિસ્ટમ દ્વારા તમને છેતરી શકે છે.કોઈપણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે સૌથી મહત્વની બાબત છે CVV એટલે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. તમારે આ ક્યારેય કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં. તમારો ઓનલાઈન વ્યવહાર ફક્ત CVV દ્વારા જ પૂર્ણ થાય છે.