India

જાણીને નવાઈ લાગશે કે આ રાજ્યમાં નવી છુટમાં માત્ર કપડાની જ દુકાનો ખુલી શકે છે

બિહાર સરકારે લોકડાઉન-4 સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ, બિહારમાં નવી છૂટ માત્ર એટલી જ છે કે જે ક્ષેત્ર કન્ટેન્ટ ઝોન અને રેડ ઝોનની બહાર છે ત્યાં કપડાંની દુકાનો ખોલવામાં આવી શકે છે.

કપડાની દુકાનો ખોલવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ નિર્ણય લેશે. કયા દિવસોની દુકાનો ખુલશે અને કેટલા દિવસો સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ નિર્ણય લેશે. બિહાર સરકારે તમામ બ્લોક મુખ્યાલયને રેડ ઝોન તરીકે જાહેર કર્યું છે.

સરકારનું માનવું છે કે બિહારમાં દરરોજ હજારો પરપ્રાંતિય મજૂરો આવે છે અને વિસ્તારોમાં સ્થિત કવોરેન્ટાઇન સેન્ટરમાં રહે છે. આનાથી તે વિસ્તારોમાં ચેપનું જોખમ વધ્યું છે. રાજ્યના રેડ ઝોન વિસ્તારમાં રાજ્ય સરકારે કોઈ નવી છૂટ આપી નથી.

રાજ્ય સરકારે અન્ય રાજ્યોથી બિહાર પરત ફરતા લોકો માટે કેબ સેવાની મંજૂરી આપી છે. જો કે, અહી ઉલ્લેખનીય છે કે આ સેવા ફક્ત દર્દીઓ અને ટ્રેનમાં આવતા મુસાફરોની રહેશે. રાજ્યમાં સોમવારે 58 નવા કેસ નોંધાયા છે.

સોમવારે સીએમ નીતીશ કુમારે કહ્યું હતું કે જે પણ બિહાર આવવા માંગે છે, તેમને લાવવામાં આવશે. 710 મજૂર ટ્રેનો માટેની યોજના તૈયાર થઈ ચૂકી છે, જો જરૂર પડે તો તેમાં વધારો કરવામાં આવશે. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે બિહારની બહાર ફસાયેલા તમામ પરપ્રાંતિય મજૂર બિહાર આવવા તૈયાર છે, તે બધાને બિહાર લાવવામાં આવશે. તેઓને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, ધૈર્ય રાખવો જોઈએ, સલામત રહેવું જોઈએ. તમામ રસ ધરાવતા પરપ્રાંતિય મજૂરોને વહેલી તકે પૂર્ણ ક્ષમતા સાથે બિહાર લાવવા માટે સરકાર જરૂરી પગલાં લઈ રહી છે.