AhmedabadGujarat

વિપક્ષ નેતા રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા યોજવામાં આવી હતો. તેનો લોકો દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંસદમાં રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે, અમે 2027 માં ગુજરાતની ચૂંટણીમાં જીત મેળવીશું. ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયેલ છે.

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટની બીજી તારીખના આ યાત્રા યોજાઈ તેવી શક્યતા રહેલી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં વિવિધ સ્થળો પર બનેલી ગોઝારી ઘટનાઓ ના સ્થળોને જોડતી યાત્રા યોજાવાની છે. તેની સાથે સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, મોરબી થી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન થાય તેવી શક્યતા રહેલી છે.

તેની સાથે જણાવી દઈએ કે, મોરબીના ઝૂલતા પૂલ દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા ની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. તેના સિવાય રાજકોટના ગેમઝોન, વડોદરા ના હરણીકાંડ તથા ઉના, થાન, અમદાવાદ તથા સુરત સહિતના દુર્ઘટના સ્થળોને આ જોડતી યાત્રા રહેવાની છે. તેમ છતાં 2 ઓગસ્ટના રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સંદર્ભે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.