IndiaPolitics

ઓવૈસીને Z સુરક્ષા આપવામાં આવી પણ લેવાની કહી ના, ઘણા દિવસોથી પીછો કરતો હતો અને…

એઆઈએમઆઈએમ ચીફ અસદઉદીન ઓવૈસી પર ફાયરિંગનો મુદ્દો આજે લોકસભામાં ઉઠ્યો છે. ઓવૈસીએ પોતે આ મુદ્દો ઉઠાવ્યો અને આરોપીઓ પર UAPA અંતર્ગત એક્શન લેવા માટેની માંગણી કરી છે. બીજી તરફ સરકારે તેમને Z સુરક્ષા આપી છે પણ તેમણે લોકસભામાં તેને લેવામાં ના કહી દીધી છે પણ પછી તેમણે કહ્યું છે કે Z સુરક્ષા નહીં પણ બુલેટ પ્રૂફ ગાડી અને હથિયાર રાખવાની પરમીશન જોઈએ છે. ઓવૈસીએ કહ્યું કે તેઓ જલ્દી જ ગૃહમંત્રી અમિત શાહને આની માટે ચિઠ્ઠી લખશે.

દરમિયાન ઓવૈસી પર ફાયરિંગ કરનારા બે યુવકો સચિન અને શુભમની ધરપકડ બાદ તેમનું સમગ્ર પ્લાનિંગ સામે આવવા લાગ્યું છે. આગળ, અમે તમને આ સમગ્ર ઘટનાની અંદરની કહાની જણાવીશું – ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી પર ગુરુવારે મેરઠથી દિલ્હી આવતા સમયે છિઝરસી ટોલ ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓ તેમની કારને વાગી હતી, જો કે અસદુદ્દીન ઓવૈસી નાસી છૂટ્યા હતા.

આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓ, ગોતામ્બુધ નગરના સચિન શર્મા અને દેવબંદ, સહારનપુરના રહેવાસી શુભમ ગુર્જરની હાપુડ પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે સચિન અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના નેતાઓના ભાષણોથી નારાજ હતો. આથી તેઓ છેલ્લા ઘણા દિવસોથી ઓવૈસી પર હુમલાની યોજના ઘડી રહ્યા હતા. તે ઘણા દિવસોથી ઓવૈસીની રેકી કરી રહ્યો હતો. આ બંને મેરઠમાં ઓવૈસીની સભામાં પણ હાજર રહ્યા હતા.

જાણકારી પ્રમાણે અસદુદ્દીન ઓવૈસી ગોળી કાંડનો મુખ્ય આરોપી સચિન ઘણા દિવસથી તેમનો પીછો કરી રહ્યો હતો. તે ઓવૈસીની મેરઠ સભામાં પણ ગયા હતા. શુભમ સાથે હુમલો કરવા માટે તે ઘણા દિવસ થી સારો મૌકો માળે તેની તપાસ કરી રહ્યો હતો. તેમની યોજના હતી કે અસરુદ્દીન ઓવૈસીને માર્યા પછી તે સીધો પોલીસ સ્ટેશન જઈને સરન્ડર કરી દેશે, જેથી ભીડના ગુસ્સાથી તે બચી શકે. પણ ગુરુવારના દિવસે સચિને જ્યારે ગોળી ચલાવી તો તે નિશાને લાગી નહીં. તે પછી ઓવૈસીના ડ્રાઈવરની આગળ ગાડી ભગાડી દીધી. તેના લીધે તેમનો પ્લાન ફેલ થઈ ગયો.

હાપુડ પોલીસના જણાવ્યા અનુસાર, સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર સાંજે 5.20 વાગ્યાની આસપાસ મેરઠથી દિલ્હી જતા સમયે બે અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. તપાસ બાદ સચિન અને પછી શુભમની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી હથિયાર અને ઘટનામાં વપરાયેલી કાર પણ મળી આવી હતી.

અસદુદ્દીન ઓવૈસી પર હુમલાની માહિતી મળતા જ પોલીસની સાથે હાપુડ જિલ્લાના અધિકારીઓ રાજ્યભરમાં એલર્ટ થઈ ગયા હતા. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પણ કેસની જવાબદારી સંભાળી છે. આ પછી પોલીસે ગૌતમ બુદ્ધ નગરના સચિનની ધરપકડ કરી હતી. તે જ સમયે, બીજા આરોપીએ ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનમાં ડરીને આત્મસમર્પણ કર્યું. આ મામલાની તપાસ માટે પાંચ ટીમો પણ બનાવવામાં આવી છે. હુમલાના મુખ્ય આરોપી સચિનનો ફોટો ભાજપના અનેક નેતાઓ સાથે વાયરલ થઈ રહ્યો છે. 32 વર્ષીય સચિન ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે, જે પિતાના કામમાં મદદ કરે છે. તે જ સમયે, શુભમના માતા-પિતાનું અવસાન થયું છે અને તે ભાગ્યે જ તેના ગામ જાય છે.