BollywoodIndia

દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપરાની પત્ની અને રાની મુખર્જીની સાસુ પામેલા ચોપરાનું નિધન

Pamela Chopra passes away : પ્રખ્યાત નિર્દેશક યશ ચોપરાની પત્ની અને રાની મુખર્જીની સાસુ પામેલા ચોપરા (Pamela Chopra)નું નિધન થયું છે. જણાવી દઈએ કે તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સાંભળીને સિનેમા જગતમાં શોકની લહેર છે. મળતી માહિતી મુજબ, તે છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતી. ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટર પર મૂક્યા, પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી.

તેઓ (Pamela Chopra) ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા અને અભિનેતા ઉદય ચોપરાના માતા અને રાની મુખર્જીના સાસુ હતા. તેમના નિધનથી બોલિવૂડ સેલેબ્સ ખૂબ જ શોકમાં છે. યશ રાજ ફિલ્મ્સે પામેલા ચોપરાના મૃત્યુ અંગે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, “ચોપરા પરિવાર એ જણાવવા ઈચ્છે છે કે પામેલા ચોપર નું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. પામેલા ચોપરાએ 1970માં યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા

પામેલા ચોપરાએ કભી કભી, દૂસરા આદમી, ત્રિશુલ, ચાંદની, લમ્હે, ડર, સિલસિલા, કાલા પથ્થર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મુઝસે દોસ્તી કરોગે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.પતિ યશ ચોપરા સહિત ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. યશ ચોપરાની 1976માં આવેલી ફિલ્મ કભી કભી તેમના દ્વારા લખવામાં આવી હતી. સિલસિલા જેવી YRF ફિલ્મોમાં તેને ડિઝાઇનર તરીકે પણ શ્રેય આપવામાં આવ્યો હતો. યશ ચોપરા તેમને યશ રાજ ફિલ્મ્સનો પાયો કહેતા હતા.