Gujarat

ગુજરાતના આ ગામમાં પાણીનો બગાડ ના થાય તે માટે લેવામાં એવો નિર્ણય કે….

દરેક લોકોને તેમના ગામમાં કે શહેરમાં રહેવા માટે બધી જ જીવન જરૂરિયાતની સુવિધાઓ જરૂર ઈચ્છતા હોય છે અને આ સુવિધા તેમને જે જગ્યાએ રહે તે જગ્યાએ મળી રહે. તેમ છતાં આજે પણ ઘણા એવા ગામડાઓમાં અને શહેરમાં પાણીની મોટે ભાગે મુશ્કેલી જોવા મળે છે. પરંતુ આપણા ગુજરાતમાં એવા ઘણા ગામડાઓ પણ રહેલા છે ત્યાં ચોવીસ કલાક પાણી આવી રહ્યું છે.

અમે આજે એક એવા જ ગામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. સાબરકાંઠાના જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તખતગઢ ગામ આવેલું છે ત્યાં ગામના લોકોને ચોવીસ કલાક પાણી મળી રહ્યું છે. આ ગામમાં ગામના લોકો જયારે પણ નળ ચાલુ કરે છે ત્યારે તેમના ઘરે નળમાં પાણી આવતું રહે છે. આમ તો આપણે બધા લોકો જાણીએ છીએ કે જે દિવસે ગામડાઓમાં પાણી આવે છે તે દિવસે બધા જ લોકો પાણીનો બગાડ કરતા રહે છે.

જ્યારે આ બગાડને અટકાવવા માટે તખતગઢ ગામમાં પાણીના મીટર લગાવી દેવામાં આવ્યા છે, તેના લીધે પાણીનો બગાડ ના થાય અને ચોવીસ કલાક ગામના લોકોને પાણી પ્રાપ્ત થાય. ગામમાં બધા જ લોકોના ઘરે મીટર લગાડવામાં આવ્યા છે અને એક રૂપિયામાં એક હજાર લીટર પાણી મળી રહે છે. આ મીટરને લગાવ્યા બાદ ગામમાં જે વીજળીનો વપરાશ થઈ રહ્યો હતો તે પણ ઓછો થઇ ગયો છે.

તેની સાથે પાણીનો બગાડ જેટલો થઈ રહ્યો હતો તે પણ બંધ થઇ ગયો છે. એટલે જ આ ગામ જે ગુજરાતનું સૌથી પ્રથમ એવું ગામ છે જ્યાં ૨૪ કલાક પાણી મળે રહે છે. આ ગામમાં સાડા ત્રણસો ઘર રહેલા છે અને અંદાજિત બે હજાર જેટલી વસ્તી રહેલી છે. ગામના આ કામથી ગામને હાલ સુધીમાં કેટલાય એવોર્ડથી સન્માનિત પણ કરાયું છે અને આજે ચોવીસ કલાક પાણી આવે છે તેમ છતાં ગંદકી પણ જોવા મળતી નથી.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ