SaurashtraGujaratMorbi

મોરબીમાં માતા-પિતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટના ઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત મોરબીથી સામે આવી છે. મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. વેપારી યુવાન દ્વારા તેમના પત્ની અને દીકરા દ્વારા પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેય દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યું હતું.

તેની સાથે ઘટના સ્થળ પર તેની સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંગત કારણોસર ના લીધે તે આ પગલું ભરી રહ્યા છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે, મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રહેનારા વેપારી દ્વારા તેનાં પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા મોરબી એ ડિવિઝન પોલીસ અને એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. તેમના દ્વારા મૃતક યુવાન, તેમનાં પત્ની અને તેના દીકરાના મૃતદેહને પીએમ અર્થે મોરબી ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેની સાથે ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ હતી.

આ સુસાઈડ નોટમાં મૃતક યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જીવનથી કંટાળી ગયેલ હોઇ અને આ પગલું ભરવા પાછળ કોઈનો પણ દોષ નથી અને કોઈએ રડવું નહીં તેવો ઉલ્લેખ કર્યો હતો. તેના પોલીસ દ્વારા સુસાઈડ નોટ જપ્ત કરી આમામાંલામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે, મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેનાર હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉમર-56), તેમનાં પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉમર-53) અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ-21) દ્વારા પોતાના જ ઘરની અંદર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ઘટનાની જાણકારી મૃતક વર્ષાબેન ના બહેન ને થતા તેમના મૃતક હરેશભાઈ ના ભાઈ પંકજભાઈ ને ઘટના જાણ કરી હતી. ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના આ ઘટનાની જાણકારી કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.