BollywoodIndia

Parineeti-Raghav Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈમાં કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ વીડિયો

Parineeti-Raghav Engagement : આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) એ શનિવારે બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે સગાઈ કરી.ચઢ્ઢાએ અભિનેત્રી સાથે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. સગાઈ સમારોહમાં પરિવારના સભ્યો અને બંનેના નજીકના મિત્રો અને અન્ય લોકોએ હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી અને ડેરેક ઓબ્રાયન રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ સમારોહમાં તેમની પત્ની સાથે પહોંચ્યા હતા.

આ ઉપરાંત, સમારોહમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, સીએમ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા, શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને અન્યોએ હાજરી આપી હતી. આ દરમિયાન કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ડાન્સ કરી રહ્યાં છે.

વાયરલ તસવીરો અને વીડિયોમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ચાહકો પણ બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે. સગાઈમાં સિંગર મીકા સિંહે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. નવા કપલ્સ તેમના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજાને ગળે લગાવતા અને કિસ કરતા જોવા મળે છે.