GujaratNorth Gujarat

પાટણમાં લગ્ન કંકોત્રી, શરણાઈઓ તૈયાર, તો બીજી તરફ વરરાજા અને મિત્રએ છોડ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે શહેરો અને ગામડાઓના રસ્તાઓમાં વરઘોડાઓ જોવા મળી રહ્યા છે, જે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે થઇ શક્યા ન હતા ત્યારે હવે કોરોના કેસમાં ઘટાડો થતા સરકારે તેમાં થોડી રાહત આપી છે ત્યારે હવે લોકો દંપતીઓના લગ્ન ધામધૂમથી ઉજવી રહ્યા છે, અને આખું પરિવાર આ અવસરની મોજ માની રહ્યું છે, ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દંપતીના લગ્નની સંપૂર્ણં તૈયારીઓ થઇ ગઈ હતી અને શરણાઈઓ વાગવાની તૈયારી હતી કે વરરાજાના મોતના સમાચાર સામે આવ્યા હતા.

જો કે આ વરરાજાના મોતના જ સમયે તેના મિત્રનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સમગ્ર પરિવાર શોક માં ડૂબી ગયું છે. આ ઘટનામાં ડીસા તાલુકાના ધરપડા ગામે બે મિત્ર બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે બાઈક સ્લિપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યાર બાદ પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાય એકબાદ એક બંનેનું મૃત્યુ થઇ ગયું હતું. એકસાથે રોડ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.

આ અકસ્માતમાં મોટ થયેલ ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતો અને તેને એક 6 માસનો દીકરો પણ હતો. જે 25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતો હતો, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, જેનું મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું .જો કે ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બન્ને મિત્રો સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે