પટેલ પરિવારના સભ્યોને કેનેડા બોર્ડરથી ગેર-કાયદેસર અમેરિકામાં ઘૂસાડવા માટે કોની હતી ભૂમિકા ? ચાલી રહી છે તપાસ,
અમેરિકા-કેનેડા બોર્ડર પર થોડા દિવસ પહેલા મૂળ મહેસાણાના પટેલ પરિવારના 2 સંતાન સહિત પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા,મળતી માહિતી અનુસાર માઇનસ ૩૫ ડિગ્રીમાં ઠંડીના કારણે મોત થયા હોવાનું કહેવામા આવી રહ્યું છે.આ વાતની ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકા-કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે.
સાથે કેનેડા-યુએસમાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.મૃત્યુ પામેલ પરિવાર મહેસાણાના કલોલ તાલુકાનો હોવાનું સામે આવ્યું છે.સમાચાર અનુસાર અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ૧૧ લોકોના નામ સામે આવ્યા છે,જેમાંથી ૪ લોકોના મૃત્યુ થયા છે,જ્યારે બાકીના ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનામાં ગેરકાયદે અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને પેટા-એજન્ટનો હાથ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર જણાવી તો ધરપકડ કરાયેલ લોકો પણ ગુજરાતના હોવાની આશંકા છે.
૧. મહેશભાઈ વાડીલાલ પટેલ ૨. વર્શિલ પંકજભાઈ ધોબી ૩. અર્પિત કુમાર રમેશભાઈ પટેલ ૪. પ્રિન્સકુમાર જ્યંતિભાઈ પટેલ ૫. સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ ૬. યશ દશરથભાઈ પટેલ ૭. પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી