Bollywood

Pathaan Box Office Collection : 8મા દિવસે પણ રેકોર્ડ બ્રેક કમાણી, 700 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે

Pathaan Box Office Collection Day 8

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ સતત 8 દિવસ સુધી નોનસ્ટોપ કલેક્શન કરી રહી છે. શાહરૂખના કરિયરની સૌથી મોટી ફિલ્મ બનેલ પઠાણનું 8મા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. પ્રારંભિક વલણો અનુસાર, પઠાણે બુધવારે પણ બે આંકડામાં કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે.

Pathaan Box Office Collection Day 8: ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ 8મા દિવસનું કલેક્શન શેર કર્યું છે. તેમના મતે પઠાણનું 8મા દિવસે ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન 18 કરોડ રૂપિયા થઈ શકે છે. શાહરૂખ-દીપિકા સ્ટારર ફિલ્મનું 8 દિવસનું ઈન્ડિયા કલેક્શન 348.25 કરોડ થઈ ગયું છે.

પઠાણના હિન્દી વર્ઝને બુધવારે (પહેલા દિવસે) 55 કરોડ, ગુરુવારે 68 કરોડ, શુક્રવારે 38 કરોડ, શનિવારે 51.50 કરોડ, રવિવારે 58.50 કરોડ, સોમવારે 25.50 કરોડ, મંગળવારે 22 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનો પાવર બુધવારે પણ ચાલુ રહે છે. 7મા દિવસની સરખામણીમાં કમાણીમાં થોડો ઘટાડો થયો છે. આમ છતાં પઠાણનું કલેક્શન મજબૂત છે.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણે 8 દિવસમાં વિશ્વભરના બજારમાં 675 કરોડની કમાણી કરી છે. બીજા વીકએન્ડ સુધીમાં પઠાણ વિશ્વભરમાં 700 કરોડનો બિઝનેસ સરળતાથી કરી લેશે. પઠાણ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. પઠાણે શાહરૂખ ખાનની ઘણી ફિલ્મોના આજીવન કલેક્શનને માત આપી છે. પઠાણે યશ રાજ બેનરની જાસૂસી એન્ટરટેઈનર વોરના લાઈફટાઈમ કલેક્શન (317.91 કરોડ)ને 7 દિવસમાં માત આપી દીધી છે.

ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બન્યા બાદ પઠાણે તેની પ્રથમ સપ્તાહની કમાણી સાથે પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. પઠાણ વિશ્વભરમાં 634ના ગ્રોસ કલેક્શન સાથે પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે. પઠાણની સફળતાનો ઝંડો દરરોજ લહેરાતો રહે છે. કિંગ ખાનની ફિલ્મ બ્લોકબસ્ટર છે. પઠાણના કિંગ ખાને સાબિત કરી દીધું છે કે તે રિયલમાં બોક્સ ઓફિસનો કિંગ છે. પ્રથમ વીકએન્ડમાં સ્પ્લેશ કલેક્શન કર્યા પછી, પઠાણ પાસેથી ઘણી આશા છે કે તે બીજા વીકએન્ડમાં પણ બમ્પર કલેક્શન કરીને ઈતિહાસ રચશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે