પતિએ ઉડાવ્યો હતો મજાક અને પછી મહિલાએ જે કર્યું એ જોવા જેવું છે
તમે આજ સુધી એકથી વધીને એક ફિટ અને પહેલવાન મહિલાઓ જોઈ હશે. પણ આઈ અમે એક એવી મહિલા વિષે તમને જણાવવાના છે કે તેની સામે યુવાન અને મોટા મોટા પહેલવાન પણ કમ લાગે. અમે વાત કરી રહ્યા છે અમેરિકાની રહેવાસી 42 વર્ષની વેન્ડી લેવરા વિષે. તેમને જોઈને ઘણા મોટા લોકોની આંખો ફાટી જતી હોય છે. સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે આ મહિલા દાદી બની ગઈ છે.
વેન્ડી લવરાના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા. તે માત્ર 17 વર્ષની વયે એક બાળકની માતા પણ બની હતી. તેનું જીવન સામાન્ય સ્ત્રીઓની જેમ પસાર થઈ રહ્યું હતું. ઘરના કામકાજ કરવા ઉપરાંત તે બાળકોનું ધ્યાન પણ રાખતી હતી. કામમાં વ્યસ્ત હોવાને કારણે વેન્ડીએ તેના શરીર પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું અને આવી સ્થિતિમાં તેનું વજન ઘણું વધી ગયું હતું. ત્યારપછી 35 વર્ષની ઉંમરે તેણે જીમ જવાનું વિચાર્યું, જેથી વજન ઓછું કરી શકાય.
આ પછી તે જીમ જવા લાગી અને ખૂબ જ પરસેવો પાડવા લાગી. તેનું શરીર સારું હતું. આ દરમિયાન વેન્ડીના ટ્રેનરે તેની મહેનત જોઈને તેને બોડી બિલ્ડિંગ કરવા માટે પ્રેરિત કરી. વેન્ડીને પણ ટ્રેનરની આ વાત ખૂબ ગમી. જોકે જ્યારે તેના પતિને આ વાતની જાણ થઈ તો તેણે તેની ખૂબ મજાક ઉડાવી.
વેન્ડીને પતિનો આ મજાક બિલકુલ પસંદ આવતો નથી અને તે વિચારી લે છે કે બોડી બિલ્ડીંગ કરશે અને કશુંક કરીને બતાવશે. આ પછી તે બોડી બોલ્ડીંગની દુનિયામાં આવે છે. આ પછી તે ક્યારેય પાછળ ફરીને જોતી નથી. ખુબ જ મહેનત અને જીમ કરીને તેણે એવી બોડી બનાવી કે તેમને નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવાનો મૌકો મળે છે. તેણે બોડી બિલ્ડીંગમાં ઘણાબધા એવોર્ડ જીત્યા છે. આ દરમિયાન તેણે પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા છે.
વેન્ડીના અંગત જીવનની વાત કરીએ તો તેનો એક બોયફ્રેન્ડ પણ છે, જે તેના કરતા લગભગ 15 વર્ષ નાનો છે. વેન્ડીના બોયફ્રેન્ડનું નામ સીન ઓ’ફ્લેટરી છે. આશ્ચર્યની વાત એ છે કે તેનો બોયફ્રેન્ડ તેના મોટા પુત્ર કરતા માત્ર 2 વર્ષ મોટો છે. મતલબ કે વેન્ડીનો મોટો દીકરો 25 વર્ષનો છે અને તેનો બોયફ્રેન્ડ 27 વર્ષનો છે. હવે તે લોકોને બોડી બિલ્ડિંગને લગતી મહત્વની ટિપ્સ પણ આપે છે.