પત્ની પર શંકા જતા યુવકે કર્યું એવું કામ કે…

પોરબંદર જિલ્લાના છાયા વિસ્તારમાં વસવાટ કરતા ખાનગી એમ્બ્યુલન્સના એક ડ્રાઈવરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરનારની સ્યુસાઈડ નોટ પોલીસના હાથ આવી છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતી તેની પત્ની અને તેની સાથે કામ કરતા એક બીજા એક કર્મચારીના નામ લખીને તેમના મોબાઈલની કોલ ડિટેઈલ કઢાવીને તેને ન્યાય અપાવવાનું જણાવ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર જિલ્લાના છાયા વિસ્તાર ખાતે આવેલા ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરતા અને ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતા નાગાજણ (નિલેશ) પરબતભાઈ સોનરાત નામના એક યુવાને ઝેરી દવા ઘટઘટાવી લેતા તેને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
પોલીસે મૃતક નિલેશ બારોટની સ્યુસાઈડ નોટ તપાસતા તેમાં તેમાં લખ્યું હતુ કે બે વ્યક્તિઓ તેની મોતનું કારણ છે, જેમાં ઠકરાર હોસ્પિટલમાં નોકરી કરતી તેની પત્ની સોનલ વાઘેલા તેમજ તેની સાથે કામ કરતો અજય દેવમુરારી નામનો કર્મચારી આ બંને લોકોના કારણે તેણે આપઘાત કર્યો છે. અને એ બન્ને લોકોના મોબાઈલ કોલના ડિટેઈલ કઢાવવામાં આવે તો તેની મોતનું સાચુ કારણ બહાર આવશે. યુવાને લખ્યું છે કે આ બંનેની કોલ ડિટેઇલ કઢાવીને મને ન્યાય અપાવશો. ત્યારે પોલીસે આ સંહાર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- આખરે બોટાદ APMCમાં કપાસની હરાજી શરૂ:ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- Flipkart સેલમાં અડધી કિંમતે વેચાયો આ સ્માર્ટફોન, હવે ઓર્ડર કેન્સલ કરવામાં આવી રહ્યા છે
- મોડર્ન દેખાતી મહિલાઓએ જ્વેલર્સના શો રૂમમાંથી 10 લાખના દાગીના ચોરી લીધા
- ઘોઘમ ધોધમાં નાહવા ગયેલા ડેરવાણ ગામના યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત
મૃતક યુવકના પિતા પરબતભાઈના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર નિલેષ બારોટને પત્ની ઉપર શંકા હોવાના કારણે તેણે ઝેરી દવા ઘટઘટાવીને આપઘાત કર્યો છે. ત્યારે આત્મહત્યાની આ ઘટનાને પગલે પોલીસે મૃતકની પત્ની સોનલ તેમજ તેની સાથે મામ કરતા અજય દેવમુરારીની પણ પુછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.