ફિલ્મી કલાકારો અવારનવાર પોતાની ફિલ્મો અને અને પોતાની કલાકારી સાથે પોતાના નિવેદનને કારણે પણ ખુબ ચર્ચામાં રહેતા હોય છે. ઘણીવાર બૉલીવુડ કલાકાર અમુકવાર એવું કશુંક કહી દેતા હોય છે જેના લીધે મીડિયા અને સોશિયલ મીડિયા પર ખુબ જ બબાલ થઇ જતી હોય છે. કન્નડ અભિનેત્રી રચિતા રામ પણ હમણાં એક વિવાદિત નિવેદન આપીને બબાલ ઉભી કરી ચુકી છે.
તમને જણાવી દઈએ કે એક વખત રચિતા રામે હનીમૂન પર આવું નિવેદન આપ્યું હતું જે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા તે તેની એક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી, ત્યારે જ તેને મીડિયા દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં અભિનેત્રીએ વધુ પડતું બોલ્યું જે પાછળથી તેના માટે સમસ્યા બની ગયું.
વાત એમ હતી કે રચિતા પોતાની ફિલ્મ ‘લવ યુ રાચચું’ માટે વ્યસ્ત હતી ત્યારે તેને એક પ્રેસ કોન્ફ્રન્સમાં જવાનું હોય છે એ દરમિયાન તે એવું કશુંક બોલી દે છે કે તેની પર વિવાદ થઇ જાય છે. અભિનેત્રીના આ શબ્દો બહુ મોટો વિવાદ ઉભો કરે છે. તેની ઉપર કર્ણાટક રાજ્યની છબીને ખરાબ કરવા સુધીનો આરોપ લગાવવામાં આવે છે.
કન્નડ ફિલ્મ ‘લવ યુ રચ્છુ’માં રચિતા રામ અને અભિનેતા અજય રાવે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં બંને કલાકારો વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ ફિલ્માવવામાં આવ્યા હતા. બંનેના ઈન્ટીમેટ અને બોલ્ડ સીન સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયા હતા. ત્યારે જ ફિલ્મની રિલીઝ સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરી રહી હતી.
ફિલ્મ રિલીઝના એક ઇવેન્ટમાં મીડિયા દ્વારા આ અભિનેત્રીને એક બોલ્ડ સીન વિષે સવાલ પૂછવામાં આવ્યો હતો. રચિતાને પત્રકારે પૂછ્યું હતું કે, ‘તેણે પોતાના લગ્નની પહેલી રાત્રે શું કર્યું હતું?’ આ સામે અભિનેત્રી જવાબ આપે છે કે મેં એ જ કર્યું જે સ્ક્રીપટની ડીમાંડ હતી.
તમને જણાવી દઈએ કે રચિતા ‘ડિમ્પલ ક્વીન’ના નામથી પણ લોકપ્રિય છે. વધુમાં, અભિનેત્રીએ કાર્યક્રમમાં હાજર પત્રકારોને પ્રશ્ન કર્યો હતો કે, અહીં ઘણા લોકો છે જેઓ પરિણીત છે. મારો કોઈને શરમાવાનો ઈરાદો નથી. હું તમને જ પૂછું છું કે લોકો લગ્ન પછી શું કરે છે? તે રાત્રે તેઓ શું કરે છે? અભિનેત્રીએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે તે રોમાન્સ જ કરશે હે ને? બસ તો એ જ મેં ફિલ્મમાં કર્યું છે. મેં આ સીન કેમ કર્યા એનું કારણ તમને ફિલ્મ જોઈને ખબર પડી જશે.
રચિતા રામના આ નિવેદનો પર ભારે હોબાળો થયો હતો. અભિનેત્રીના આ નિવેદનો પર બધાએ ઘણો વાંધો ઉઠાવ્યો હતો, કન્નડ ક્રાંતિ દળે પણ અભિનેત્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી અને તેણીને તેના શબ્દો માટે માફી માંગવા માટે પણ કહ્યું હતું. તે જ સમયે, કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રચિતા રામને તે સમયે પ્રતિબંધિત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.