GujaratSaurashtraSouth Gujarat

જીરુંના વાવેતરો આગામી દિવસ રાખજો ધ્યાન, હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી

રાજ્યમાં ફરીથી વાતાવરણ પલટાયુ છે. વાદળા અને ધૂમ્મસ સાથે ઠંડીએ ફરીથી ચમકારો શરુ કરી દીધો છે. રાજ્યમાં વહેલી સવારે વાદળા અને ધૂમ્મસ સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં સવારે અને મોડી રાત્રે ઠંડી તો બપોરે ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે. આ દરમિયાન કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પવન, ઠંડી અને માવઠા અંગેની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ બદલાતી હવામાન પરિસ્થિતિઓ અંગે દરરોજ અપડેટ્સ જાહેર કરી રહ્યું છે. જેના કારણે હવામાનની સ્થિતિ લોકો સુધી પહોંચી રહી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જીરુનો પાક લીધો હોય તેવા ખેડૂતોને મહત્વની માહિતી આપી છે.

આપણે બધા જાણીએ જ છીએ કે જીરુના પાકને ઝાકળની ઘણીં ખરાબ અસર થતી હોય છે જેના કારણે બધો પાક બગાડી જતો હોય છે. ત્યારે જીરુંના પાકને ધ્યાનમાં રાખીને પરેશ ગોસ્વામીએ ઝાકળને લઈને આગાહી કરી છે, જેમની આગાહી પ્રમાણે 29 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યમાં ઝાકળ કે ઝાકળના વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. જોકે, ઘણી જગ્યાએ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. જયારે 29 ફેબ્રુઆરી પછી ઝાકળની શક્યતાઓ વધી શકે છે. 26-27 તારીખ દરમિયાન રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં માવઠાના ઝાપટાં થઈ શકે છે.

આ સાથે ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, રાજપીપળા, સુરત અને ડાંગ જિલ્લામાં એકલ-દોકલ જગ્યાઓ પર ઝાપટાં પડી શકે છે. જયારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધુ શક્યતાઓ છે.

હાલ ઠંડીનું હળવું મોજું ચાલી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં તેમાં ધીમે-ધીમે ઘટાડો થતો જશે. હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી. ત્યારે 26 ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થાય તેવી શકે છે. 28 ફેબ્રુઆરીથી ગુજરાતમાં વાદળો છવાના કારણે ગરમીનું પ્રમાણ વધશે.