IndiaNews

Paytm રોકાણકારો માટે વધુ એક ખરાબ સમાચાર, જાણો વધુ વિગતે…

શેરબજારમાં Paytm ના ખરાબ દિવસો ચાલી રહ્યા છે.પહેલા કંપનીના IPO નું પ્રદર્શન નબળું રહ્યું,ત્યારબાદ શેરના ભાવ સતત ઘટતા રહ્યા.સોમવારના ટ્રેડિંગ દરમિયાન Paytm નો શેર 1,200 રૂપિયાથી વધુ નીચે ગયો હતો.હવે ખતરો એ છે કે આવનારા સમયમાં તે 900 રૂપિયા સુધી ઘટી શકે છે.

બ્રોકરેજ ફર્મ મેક્વેરી સિક્યોરિટીઝ ઈન્ડિયાનો અંદાજ છે કે આગામી સમયમાં કંપનીના ત્રિમાસિક પરિણામો અગાઉના અંદાજ કરતાં ઓછા હોઈ શકે છે.આને ધ્યાનમાં રાખીને,બ્રોકરેજ ફર્મે Paytm શેરની લક્ષ્ય કિંમત ઘટાડીને રૂ.900 કરી છે.અગાઉ તેણે રૂ.1,200 નો ટાર્ગેટ આપ્યો હતો.પ્રથમ વખત કોઈ બ્રોકરેજ કંપનીએ Paytm ના શેરનો ટાર્ગેટ રૂ. 1,200 થી નીચે રાખ્યો છે.

Macquarie એ Paytm શેર માટે અંડરપરફોર્મ રેટિંગ પણ જાળવી રાખ્યું છે.આ અંદાજ એવા સમયે આવ્યો છે જ્યારે Paytm નો શેર પહેલેથી જ ઊંચાઈથી લગભગ 40 ટકા તૂટી ગયો છે.IPO પછી લિસ્ટિંગ થતાંની સાથે જ Paytm નો શેર ઈશ્યુ પ્રાઇસથી ઘટીને રૂ.1,955 થઈ ગયો હતો.આ પછી,કંપનીના શેર હજુ લિસ્ટિંગ કિંમતની નજીક પહોંચ્યા નથી.

સોમવારે Paytm નો શેર રૂ. 1,228 ના ઘટાડા સાથે ખુલ્યો હતો અને બપોરે 12.50 વાગ્યે રૂ. 1,200 થી નીચે ગયો હતો.બપોરે 12.50 વાગ્યે, શેર લગભગ 3.70 ટકા ઘટીને રૂ.1,185.05 પર પહોંચ્યો હતો,જે તેનું નવું નીચું સ્તર છે.આ ઘટાડાથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.તેઓ સમજી શકતા નથી કે આ સ્ટોક ક્યાં જઇને ઊભો રહેશે.

નોંધનીય છે કે Paytm ની ઓપરેટર કંપની One97 Communications 18 નવેમ્બર 2021 ના રોજ લિસ્ટ થઈ હતી.તેની ઈશ્યુ કિંમત રૂ. 2,150 હતી,જે હવે રૂ.1,200 થી નીચે આવી ગઈ છે. એટલે કે,લિસ્ટિંગના દિવસથી,આ સ્ટોક તેની ઇશ્યૂ કિંમતથી રૂ.965 ઘટી ગયો છે.આનો અર્થ એ થયો કે જેમને IPO માં એક લોટ શેર ફાળવવામાં આવ્યા હતા,તેઓને અત્યાર સુધીમાં રૂ.5,000 થી વધુનું નુકસાન થયું છે.