health

રોજ એક મુઠ્ઠી મગફળી પણ ખાશો તો શરીરને થશે આટલા બધા લાભ…

મગફળીનો ઉપયોગ દરેક ઘરમાં અલગ અલગ રીતે થતો હોય છે. મોટાભાગના લોકો તેને રસોઈમાં ઉપયોગમાં લે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે મગફળી પણ શરીરને બદામ જેટલા લાભ આપે છે. મગફળી ને ગરીબોની બદામ પણ કહેવાય છે. કારણ કે તે બદામ કરતાં ઓછી કિંમતે મળે છે અને તેનાથી લાભ શરીરને ખૂબ જ થાય છે.

જો તમે રોજ એક મુઠ્ઠી મગફળી ખાવાનું પણ રાખો છો તો તેનાથી શરીરને ઘણા બધા લાભ થાય છે. આજે તમને જણાવીએ કે મગફળીનું સેવન નિયમિત રીતે કરવાથી શરીરને કેટલા લાભ થાય છે.

મગફળીમાં પ્રોટીન હેલ્ધી ફેટ અને અલગ અલગ પ્રકારના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વોની શરીરને રોજ જરૂર પડે છે. એટલે જો તમે રોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન કરો છો તો શરીરની જરૂરિયાતની તમે ભરપાઈ કરો છો.

મગફળીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે છે. મગફળીમાં હેલ્ધી ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.મગફળી પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. શરીરની પ્રોટીન ની જરૂરિયાત પૂરી કરવા માટે મગફળીનું સેવન કરવું ઉત્તમ વિકલ્પ છે. મગફળીમાં કેલરી ઓછી હોય છે જેના કારણે વજન વધવાનું જોખમ ઘટી જાય છે.

મગફળીમાં વિટામિન ડી ની સાથે મેંગેનીઝ અને ફોસ્ફરસ પણ હોય છે. આ પોષક તત્વો શરીરના હાડકાને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. મગફળીનું સેવન કરવાથી શરીરના હાડકા મજબૂત રહે છે.મગફળીનું સેવન કરવાથી મગજ પણ સક્રિય અને તેજ થાય છે. મગફળીમાં વિટામિન b1 અને નિયાસીન હોય છે જે મગજને સતત કામ કરતું કરે છે.