બાળકોના ભોજન માટે માત્ર 500 માંગ્યા, લોકોએ 51 લાખ રૂપિયા આપ્યા
દરેક વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવવા માંગે છે પરંતુ જ્યાં સુધી કોઈ ખાસ સંયોગ ન બને ત્યાં સુધી કંઈ થતું નથી. તમે આવી ઘણી વાતો સાંભળી હશે, જેઓ રાતોરાત અમીર બની ગયા. અમે તમને એવી જ એક કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે એક ક્ષણ માટે ચોંકી જશો.
કેરળની એક મહિલા પાસે ખાવા માટે પૈસા નહોતા. મહિલાના ત્રણ બાળકો ખાવા માટે ભટકી રહ્યા હતા. જેથી મહિલાએ તેના બાળકોના શિક્ષકની મદદ લીધી. કેરળના પલક્કડની રહેવાસી સુભદ્રાએ તેના મોટા પુત્રના શિક્ષક પાસે ભોજન માટે કેટલાક પૈસા માંગ્યા. મહિલાની હાલત જોઈને શિક્ષિકાએ થોડા પૈસા આપ્યા, પરંતુ તેણે વચન લીધું કે તે તેના આખા પરિવારની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે. સુભદ્રાએ ઓગસ્ટમાં તેના પતિને ગુમાવ્યો હતો. પતિની વિદાય બાદ સુભદ્રા આર્થિક રીતે પટકાઈ હતી.
પરિવારની આર્થિક સ્થિતિ જોઈને શિક્ષિકા ગિરિજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લોકો પાસેથી મદદ માંગી હતી, પરંતુ ગિરિજાને પણ ખબર નહોતી કે આટલો મોટો ચમત્કાર થશે. શિક્ષકે સોશિયલ મીડિયા દ્વારા ક્રાઉડફંડિંગ અભિયાન ચલાવીને લાખો રૂપિયા એકઠા કર્યા. ગિરિજાએ પોસ્ટમાં સુભદ્રાના બેંક ખાતાની વિગતો પણ શેર કરી હતી. શિક્ષકની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી માત્ર બે દિવસમાં જ સુભદ્રાના ખાતામાં 51 લાખ રૂપિયા પહોંચી ગયા.
સુભદ્રાએ શિક્ષિકા ગિરિજા પાસે માત્ર 500 રૂપિયાની મદદ માંગી હતી, ગિરિજાએ એક હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ ભગવાને પણ સુભદ્રાની વાત સાંભળી હતી. ફેસબુક પર પોસ્ટ કરતા શિક્ષકે લખ્યું કે મને ખબર નથી પડતી કે તમારો આભાર કેવી રીતે કરૂ.