health

પેટની ચરબી ઓછી કરવા આજથી જ આ ઉપાય ચાલુ કરો, ફક્ત એક મહિનામાં પેટની ચરબી ઓછી થઈ જશે,

નમસ્કાર દોસ્તો, કહેવત છે કે જેનું પેટ મોટું તેનું જીવન ખોટું.આયુર્વેદ મુજબ જોઈએ તો હંમેશા તમારું પેટ છાતીને સમાંતર હોવું જોઈએ.જ્યારે પણ તમારું પેટ છાતીથી બહાર નીકળવાની શરૂઆત થાય ત્યારે તમારે ચેતી જવું જોઈએ.કારણ કે મોટું પેટ એ અનેક રોગોનું કારણ બને છે.

વધારે પડતું બહારનું,જંકફૂડ અને પેકેટવાળા ફૂડ ખાવાથી એ લોકોની ચરબી વધી જાય છે,અને પેટ બહાર નીકળવા લાગે છે.આજે આપણે એક એવા યોગ અને આયુર્વેદ એ બંનેના સંગમ વિશે જાણીશું, જો તમે આ પ્રયોગ ૧ મહિનો સતત કરશો તો એક જ મહિનામાં તમારું પેટ ઓછું થઈ જશે.

પહેલી જે આયુર્વેદની ટ્રિક છે તેના વિશે જાણીશું, સૂતા પહેલા એક ચમચી તજનો પાવડર અને અડધી ચમચી જેટલું મધ બંનેને હૂંફાળા પાણીમાં નાખી યોગ્ય રીતે હલાવી સૂતી વખતે પી જાઓ.જો કોઈ વ્યક્તિને એસિડિટી,પિત્ત, છાતીમાં,પેટમાં બળતરા થતી હોય તેઓએ તજ ન લેવા, તેઓએ જીરુનો પાવડર લેવો.

બીજું કે,હવે આપણે યોગ વિશે વાત કરીશું, યોગના હજારો આસનમાં પેટ ઘટાડવા માટેનું એક સ્પેશિયલ પતંજલિ આસન છે, અને એ આસનનું નામ ઉત્તાનપાદાસન છે.જો તમે આ આસન નિયમિત ભૂખ્યા પેટે સવાર-સાંજ ઓછામાં ઓછા ૫ વખત કરી શકો છો,એક મહિનામાં વજન ઉતરી જશે.

ઉપર તસવીરમાં જોઈ શકો છો,ધીમે ધીમે શ્વાસ લો, અને શ્વાસ રોકાય ત્યાં સુધી શ્વાસ રોકો અને તમારા પગ ઊંચા કરો.પછી શ્વાસ છોડો અને ધીમે-ધીમે પગ નીચે મૂકો.બસ આટલું કર્યા પછી તમારું શરીર એકદમ હળવું થઈ જાય પછી બીજી વાર કરો.

આવું નિયમિત કરશો તો તમારા પેટની ચરબી એક જ માહિનામાં ઉતારવા લાગશે. નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.