નમસ્કાર મિત્રો,અત્યારના સમયમાં છેતરપિંડીના કેસ દિન-પ્રતિદિન વધુ સામે આવી રહ્યા છે,આવો જ એક કિસ્સો રાજકોટના જસદણથી સામે આવ્યો છે.જસદણના આ વ્યક્તિ જોડે રૂપિયા 20 લાખની છેતરપિંડી થતા તેઓએ આત્મહત્યા કરી હોવાનું સામે આવું રહ્યું છે.આ વાતની જાણ થતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
જસદણના ગંગાભુવન વિસ્તારમાં સાજડીયાળી ગામમાં પરિવાર સાથે રહેતા હતા.તેઓ છૂટક ફોટોગ્રાફીનો ધંધો કરતા હતા.આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ અશોકભાઈ ઢોલરિયા છે,જેઓએ આપઘાર કરતા પહેલા વિડીયો બનાવ્યા હતા,જેમાં તેઓએ રડતા રડતા કહ્યું,’બેટા કોઈ પાસેથી કંઈ લેતી નહીં’ આવું કહી ગુમ થયા હતા.
જેમની શોધખોળ બાદ આટકોટ રોડ પરની SPS સ્કૂલ નજીક મૃતદેહ સાથે સુસઈદ નોટ મળી આવતા પરિવાર પર દુખનો આભ તૂટી પડ્યો છે.ઘટનાની જાણ થતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે.અશોકભાઈ ઢોલરિયાએ આપઘાત કર્યો એ પહેલા વિડીયો પણ બનાવ્યા હતા,જેમાં યોગેન ભૂવા નામના વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું વિડિયોમાં સામે આવ્યું છે.
યોગેન ભૂવા નામનો આ વ્યક્તિ છેલ્લા ત્રણ મહિનાથી ફોન ન ઉપાડતા હોવાથી આપઘાત કર્યો હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સમગ્ર માહિતી એકઠી કરી પોલીસે સમગ્ર તપસ હાથ ધરી છે.