PM Modi US Visit: PM મોદીએ વ્હાઇટ હાઉસમાં કહ્યું, આ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પ્રથમ દિવસે જ્યાં તેમણે યુએન ખાતે વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ પીએમ મોદી પ્રવાસના બીજા દિવસે વોશિંગ્ટન ડીસીમાં છે. યુએસ પ્રમુખ જો બિડેન અને શ્રીમતી જીલ બિડેન દ્વારા અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સ્ટેટ ડિનરની સાથે પીએમ મોદી વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની જીલ બિડેન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું કે, વડાપ્રધાનનું ફરી સ્વાગત છે. હું હંમેશા માનું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેનો આ સંબંધ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે. આપણા બંધારણના પ્રથમ શબ્દો છે ‘આપણે, દેશના નાગરિકો, આપણા લોકો વચ્ચે સ્થાયી સંબંધ અને વહેંચાયેલ મૂલ્યો અને વર્તમાન સમસ્યાઓનો સામનો કરવા માટે વૈશ્વિક નેતાઓ તરીકે સહિયારી જવાબદારી છે’
મને ગૌરવ છે કે લગભગ 15 વર્ષમાં પ્રથમ વખત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ભારતીય પ્રજાસત્તાકની સત્તાવાર રાજ્ય મુલાકાતનું આયોજન કરી રહ્યું છે. વડા પ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં તમારું સ્વાગત છે: યુએસ પ્રમુખ જો બિડેન
પીએમ મોદી કહ્યું કે આજે વ્હાઇટ હાઉસમાં આ ભવ્ય સ્વાગત એક રીતે 140 કરોડ ભારતીયો માટે સન્માન સમાન છે. આ સ્વાગત અમેરિકામાં રહેતા 40 લાખથી વધુ ભારતીય-અમેરિકન સમુદાય માટે સન્માન છે. હું આ સ્વાગત માટે રાષ્ટ્રપતિ જો બિડેન અને જીલ બિડેનનો આભાર વ્યક્ત કરું છું.