IndiaNews

પીએમ મોદીએ પહેલીવાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી,

સમગ્ર ભારત બુધવારે એટ્લે કે આજે 73 મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે.કોરોના વાયરસ અને ધુમ્મસના કારણે પ્રથમ વખત રાજપથ ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ફંક્શન સવારે 10 વાગ્યે શરૂ થતું હતું,પરંતુ આ વખતે તેનો સમય બદલીને 10.30 કરવામાં આવ્યો છે.

આ સાથે,કોવિડ-19 ને કારણે સતત બીજી વખત આ સમારોહમાં કોઈ વિદેશી મહેમાનો હાજરી આપી રહ્યા નથી.તે જ સમયે,વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને ત્યાં સ્થિત અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

આ પહેલા વડાપ્રધાન ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપતા હતા.આ પરંપરા ૧૯૭૨ થી ચાલી રહી હતી,પરંતુ આ વર્ષે ઈન્ડિયા ગેટ પરની અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની અમર જવાન જ્યોતિ સાથે જોડી દેવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.