Gujarat

ગુજરાતની 17 જેલોમાં એકસાથે પોલીસે દરોડા પાડ્યા: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી સમગ્ર દરોડા પર રાખી નજર

ગુજરાત પોલીસ (Gujarat Police) શુક્રવારની મોડી રાતથી રાજ્યભરની જેલોમાં દરોડા પાડી રહી છે. આ પહેલા ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi ની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની બે કલાકની મેરેથોન બેઠક યોજાઈ હતી, ત્યારબાદ જેલોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરા સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા ચાલુ છે.

આ ઓપરેશનનો હેતુ સાબરમતીની જેલમાં બંધ યુપી ગેંગસ્ટર અતીક અહેમદની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણવાનો છે તેવું કહેવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ઉમેશ પાલની જેલમાં રહીને જ હત્યા કરાવી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્ય કંટ્રોલ રૂમમાં હાજર છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યવાહીની માહિતી લઈ રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે ક, આ સમગ્ર કાર્યવાહી IB ના ઈનપુટ્સ મળ્યા બાદ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે અતીક અહેમદે જેલમાંથી વોટ્સએપ કોલ દ્વારા ઉમેશની હત્યા કરાવી હતી. તમામ જેલો અને શહેરોના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે 1700 પોલીસકર્મીઓ આ અભિયાનમાં જોડાયેલા છે. જેલમાં તમામ પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રથમ વખત પોલીસ જેલ વિભાગના સહયોગથી આવી કાર્યવાહી કરી રહી છે. ડીજીપી વિકાસ સહાય સાથે ગૃહ રાજ્યમંત્રી, જેલ વિભાગના વડા કે. એલએન રાવ અને આઈબી ચીફ અનુપમ સિંહ ગેહલોત સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ SOG સહિતનો પોલીસ કાફલો અમદાવાદની Sabarmati સેન્ટ્રલ જેલમાં હાજર છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોની આ જેલમાં આતંકવાદ, ખૂન, લૂંટ, ખંડણી, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અનેક ગુનેગારો કેદ છે.સુરતની આધુનિક લાજપોર જેલમાં પોલીસનો કાફલો પહોંચ્યો છે. અહીં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં લાજપોર જેલમાં મોબાઈલ ફોન મળવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.