દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક UPSC પરીક્ષા પાસ કરવી એ પોતાનામાં એક મોટી વાત છે. પરંતુ આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે વિદેશની એક મોટી કંપનીમાં નોકરી છોડીને IPS ઓફિસર બનવા ભારત આવ્યા હતા. તમને જણાવી દઈએ કે જર્મનીની એક મોટી કંપનીમાં કામ કરતી પૂજા યાદવ પોતાની નોકરી છોડીને ભારત પરત આવી અને UPSCની તૈયારી કરવા લાગી.તે એક IPS ઓફિસર બની જેની IPS બનવાની સફર ખૂબ જ પ્રેરણાદાયી છે. તો ચાલો જાણીએ.
પૂજા યાદવ હરિયાણાની રહેવાસી છે.જે લોકો upsc ની તૈયારી કરી રહ્યા હોય તેણે પૂજા યાદવની સક્સેસ સ્ટોરી વાંચવી જ જોઈએ.ઈમાનદાર અને વફાદાર પોલીસ અધિકારીઓની યાદીમાં પૂજા યાદવનું નામ સામેલ છે. પૂજા યાદવની પહેલી પોસ્ટિંગ એએસપી તરીકે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદમાં થઈ હતી.
તેમાંથી તેણે પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવવાનું શરૂ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.ખાસ વાત એ છે કે તે તેના પહેલા પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. જે બાદ તેણીએ હાર ન માની. પછી બીજા પ્રયાસમાં તે 174મો રેન્ક મેળવીને સફળ થઈ. તે 2018 બેચના આઈપીએસ ઓફિસર છે.