Gujarat

ગુજરાત પાસે પાકિસ્તાને કરી વધુ એક નાપાક હરકત

ગુજરાતને કુદરતે સમૃદ્ધ દરિયા કિનારો આપ્યો છે, જેના લીધે દરિયાઈ વિસ્તારનો ખુબ મોટો વર્ગ માછીમારીના વ્યવસાય પર જ નભેલો છે. પરંતુ નાપાક પાકિસ્તાન અવારનવાર આપણા માછીમારોને દરિયામાંથી લાખો રૂપિયાની ભારતીય બોટો સાથે તેમનું અપહરણ કરીલે છે. માછીમારોને કેટલાય વર્ષો સુધી હોસ્પિટલોમાં રાખીને તેમના પર ત્રાસ ગુજારે છે અને પછી તેમને છોડી મુકાય છે. જ્યારે જપ્ત કરેલ બોટ આટલા બધા વર્ષો સુધી નકામી પડી રહેવાના કારણે તે પણ ભંગાર થઇ ચુકી હોય છે.

માછીમાર જ્યારે પાકિસ્તાનની જેલમાંથી છુટે છે ત્યારે તેનું જીવન એક રીતે બરબાદ જ થઇ ચુક્યું હોય છે. બસ એજ રીતે આજે પણ પાકિસ્તાને નાપાક હરકત કરતા તેની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ગુજરાતની 5 બોટ તેમજ 30 માછીમારોનું અપહરણ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, IMBL પાસે માછીમારી કરતા સમયે પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ ગુજરાતની 5 બોટ તેમજ 30 માછીમારોનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયેલી પાંચ બોટો ઓખા, પોરબંદર અને વણાકબોરીની હોય તેવી શક્યતા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટો તેમજ માછીમારોના અપહરણ કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા થતી બિનકાયદેસર રીતે થતી ઘૂસણખોરી અને બિનકાયદેસર વસ્તુઓને બોટ મારફતે ભારતમાં મોકલવાના કરાતા પ્રયાસો થતા રહે છે. પરંતુ ભારત પાકિસ્તાનની આ નાપાક હરકતને સફળ થવા દેતું નથી. ત્યારે પાકિસ્તાન જાણે આ બાબતનો બદલો લેવા માંગતું હોય તેમ પાકિસ્તાન અવારનવાર ભારતના માછીમારોનું તેમની બોટો સાથે અપહરણ કરવામાં આવતું છે. ભારતીય જળસીમામાં ઘુસીને પાકિસ્તાન અવારનવાર ભારતીય માછીમારોને પકડીને તેમનું અપહરણ કરવાની નાપાક હરકત કરવામાં આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે