ચુંદડીવાળા માતાજીએ લીધા અંતિમ શ્વાસ,જાણીલો ક્યારે અને ક્યાં કરી શકાશે એમના પાર્થિવ દેહના દર્શન..
ઉત્તરગુજરાત માં લગભગ કોઈ એવું ના હોય કે જેમણે ચુંદડીવાળા માતાજીનું નામ ના સાંભળ્યુ હોય. ચુંદડીવાળા માતાજીમાં લોકોને ખૂબ જ શ્રધ્ધા હતી.તમને જણાવી દઈએ કે ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડી રાત્રે દેહત્યાગ કર્યો હતો. અહી ઉલ્લેખનીય છે કે હવે 28 મેના રોજ અંબાજીમાં તેમને સમાધિ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા 76 વર્ષથી તેમણે અન્ન જળનો ત્યાગ કર્યો હતો. અને વિજ્ઞાન માટે પણ તે તેઓ એક કોયડા સમાન બની ગયા હતા.તમને જણાવી દઈએ કે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમના પર સંશોધન પણ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ચુંદડીવાળા માતાજીનું અવસાન ચરાડા ખાતે થયું છે. તમને જણાવી દઈએ કે તેમનું નામ પ્રહલાદ જાની હતું અને તેમનો જન્મ ચરાડા ગામમાં થયો હતો.ત્યાના સંચળકોના જણાવ્યા અનુસાર ચુંદડીવાળા માતાજીને ગબ્બર ખાતે આશ્રમ પર ગુરૂવારે સમાધિ આપવામાં આવશે. મંગળવાર અને બુધવારે ભક્તોના દર્શન માટે તેમનો પાર્થિવ દેહ મુકવામાં આવશે.
તમને જણાવી દઈએ કે 25 માર્ચ, 2020 ના રોજથી માતાજીની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી ચૂંદડીવાળા માતાજી પોતે મૌન ધારણ કરીને અનુષ્ઠાન માટે પોતાની ગુફામાં બિરાજમાન થઇ ગયા હતા. ચૈત્રી આઠમના રોજ તેમણે ભક્તોને દર્શન પણ આપ્યાં હતા,પરંતુ ત્યાર બાદ તેમની તબિયત ખરાબ થતા થોડા દિવસ પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેમને એડમિટ કરાયાં હતા,સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે અગાઉ દેવલોક પામ્યા હોવાની અફવા પણ વહેતી થઇ હતી.
પરમ પૂજ્ય અને લાખો ભક્તો ધરાવનાર ચૂંદડીવાળા માતાજી ના દેહાવસાન થી સમગ્ર બ્રહ્મસમાજ અને એમના ભક્તો હાલ દુઃખ અને શોકની લાગણી અનુભવી રહ્યા છે. દિવ્યાત્મા ના દુઃખદ અવસાન ને લઈને લોકો એમને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.ચુંદડીવાળા માતાજીનાં અવસાનથી લોકો ખૂબ જ દુખની લાગણી અનુભવી રહ્યા છે.
ચુંદડીવાળા માતાજી વિષે કેટલીક વાતો તમને કરીએ તો,ચુંદડીવાળા માતાજી મહેસાણાના ચરાડા ગામના વતની હતા.તેમનું નામ પ્રહલાદ જાની હતું. તેઓ 12 વર્ષના હતા ત્યારથી જ તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.તમને જણાવી દઈએ કે પ્રહલાદ જાની છેલ્લા 76 વર્ષથી અન્ન-જળ વિના જીવતા હતા. તમને જણાવી દઈએ કે માતાજીએ પોતાની મૂર્તિની જીવતે પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ચુંદડીવાળા માતાજી પર વૈજ્ઞાનિકોએ પણ કર્યા હતા અનેક પરિક્ષણ. ચુંદડીવાળા માતાજી એક ચમત્કારનો ભાગ કહી શકાય. તમને જણાવી દઈએ કે ચુંદડીવાળા માતાજી કઈ રીતે ભુખ્યા રહેતા હતા તે હજી પણ એક રહસ્ય જ છે. તમને જણાવી દઈએ કે ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમના પર એક પરીક્ષણ થયું હતું પરંતુ ડોક્ટરો પણ આ બાબતે કઈ ઉપજાવી શક્યા નહોતા. અહી ઉલ્લેખનીય છે કે પ્રહલાદ જાનીએ મા અંબાજીના ઉપાસક હોવાનો દાવો કર્યો હતો.