CrimeIndia

મોડી રાત્રે સુમસામ રસ્તા પર મહિલા ડોક્ટરની સ્કૂટીમાં પંચર થયું, સવારે સળગેલી હાલતમાં મળી લાશ

એક મહિલા વેટરનરી ડોક્ટર સવારે ડ્યૂટી માટે હોસ્પિટલમાં જાય છે, પરંતુ સાંજે પાછા ફરતી વખતે તેની સ્કૂટીમાં પંચર થઇ જાય છે. મહિલા તેની બહેનને ફોન કરીને આ માહિતી આપે છે અને કહે છે કે કેટલાક લોકો તેની મદદ કરવાનું કહે છે, હું પછી વાત કરીશ.પછી ફોન સ્વિચ્ડ ઓફ થઇ જાય છે. સવારે પોલીસને સંપૂર્ણ સળગી ગયેલી હાલતમાં એક લાશ મળી જે તે મહિલા ડોક્ટરની જ હતી.આ ઘાતકી ઘટના તેલંગાણાના હૈદરાબાદ નજીક બની છે.

વેટરનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડી બુધવારે તેમના ઘર શમશાબાદથી કોલુરુની વેટરનરી હોસ્પિટલમાં ગઈ હતી. તે ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે સાંજના છ વાગ્યે તેની સ્કૂટી ટોલ પ્લાઝા નજીક પંકચર થઈ ગઈ હતી.તે પછી પ્રિયંકા મદદ માટે તેના પરિચિતોને ફોન કરે છે અને તેની બહેનને પણ ફોન લગાવીને જણાવે છે.

પ્રિયંકાએ તેની બહેનને કહ્યું કે મને ડર લાગે છે. બહેને પ્રિયંકાને ટોલ પ્લાઝા પર જવાની અને ટેક્સી દ્વારા આવવાની સલાહ આપી.પ્રિયંકા રેડ્ડીએ કહ્યું કે કેટલાક લોકોએ મદદ માટે કહ્યું છે હું પછી ફોન કરું. આ પછી, પ્રિયંકાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયો. ત્યારબાદ પરિવારે પ્રિયંકાને શાદનગર ટોલ પ્લાઝા નજીક શોધખોળ કરી હતી પરંતુ તે મળી ન હતી. સવારે શડનગરના અંડરપાસ નજીકથી સળગી ગયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

મિકેનિક શમસેર આલમ મુજબ બુધવારે રાત્રે 9.30 વાગ્યે એક છોકરો ડો.પ્રિયંકાની સ્કૂટી લઈને આવ્યો હતો. તેણે સ્કૂટી અહીં જ મૂકી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ડોક્ટર પ્રિયંકાની હત્યાના રહસ્યને હલ કરવા હૈદરાબાદ પોલીસ સીસીટીવી ફૂટેજનો સહારો લઈ રહી છે.પોલીસ તેની કોલ ડિટેઇલ પણ મેળવી રહી છે.આ અંગે શમસાબાદના ડેપ્યુટી કમિશનર પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સે મહિલાની હત્યા કરી હતી અને તેના શરીરને આગ ચાંપી હતી. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.સ્કૂટીની નંબર પ્લેટ પણ ટ્રકમાં મળી હોવાનું જણાવાયું છે. જોકે, પોલીસ આ ઘટનાને તથ્યોના આધારે તપાસ કરશે.