એક જ યુનિવર્સીટીના 5 પ્રોફેસરએ શિક્ષા પર લગાવ્યો ડાઘ, સારા માર્ક્સના બદલામાં કરતા હતા ગંદુ કામ
એક શિક્ષક પોતાની નોકરીને લઈને હંમેશા ઈમાનદાર હોવો જોઈએ. જોવા જઈએ તો શિક્ષક એ તો ઈમાનદારીનું બીજું નામ હોવું જોઈએ. પણ અમુક વ્યક્તિ હોય છે જે પોતાના આ પદનો ફાયદો ઉઠાવતા હોય છે. હમણાં જ એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં એક કોર્ટે એક પ્રોફેસરને સારા નંબર આપવાના બદલામાં વિદ્યાર્થીનીનું યૌન શોષણ કરવાના આરોપમાં જેલમાં મોકલી દીધો છે. આટલું જ નહિ 4 બીજા પ્રોફેસર્સ પણ છે જેમની ઉપર આ જ આરોપ લગાવવામાં આવ્યો છે. આ બધા જલ્દી જ કોર્ટમાં હાજર થશે. આને એક હાઈ-પ્રોફાઈલ કેસ કહેવામાં આવી રહ્યો છે.
શિક્ષક વ્યવસાયને શરમાવે તેવી આ ઘટના આફ્રિકન દેશ મોરોક્કોની છે. અહીં હસન I યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર પર વિદ્યાર્થિનીઓને સારા માર્કસ આપવાના બદલામાં યૌન શોષણનો દોષી ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે આરોપી પ્રોફેસરને અભદ્ર વર્તન, જાતીય સતામણી અને હિંસાનો દોષી માનીને બે વર્ષની જેલની સજા ફટકારી છે.
હકીકતમાં, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચેની ચેટ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ. આ પછી મામલો ગરમાયો હતો. આરોપી પ્રોફેસરે સારા માર્કસના બદલામાં અનેક વિદ્યાર્થીનીઓ પાસેથી યૌન શોષણની માંગણી કરી હતી. આવી સ્થિતિમાં એક વિદ્યાર્થીએ પોતાની માંગની ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો. ટૂંક સમયમાં જ આ વાત હસન યુનિવર્સિટી યુનિવર્સિટી પ્રશાસન સુધી પહોંચી. આ પછી પ્રશાસને આરોપી પ્રોફેસર વિરુદ્ધ કેસ નોંધ્યો.
જયારે એક પ્રોફેસરની આ કરતૂત બહાર આવી તો પછી બીજી વિદ્યાર્થીનીઓ એ પણ હિંમત બતાવી. પછી આ રીતે ઘણા મામલા સામે આવ્યા હતા. તેમાંથી 4 બીજા એવા પ્રોફેસર્સના નામ સામે આવ્યા હતા જેમાં વિદ્યાર્થીનીઓ સાથે યૌન સંબંધ બનાવવાના બદલામાં સારા નંબર આપવામાં આવશે એવું કહેવામાં આવે છે. આ બધા પ્રોફેસર હસન યુનિવર્સીટીના જ હતા. એવામાં યુનિવર્સીટીના પ્રસાશન પર આ આરોપી પ્રોફેસર્સ વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધાવ્યો છે. આ બધાને જલ્દી જ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કિસ્સાઓને કારણે મોરોક્કન યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ છે. તે જ સમયે, જ્યારે આ મામલો વધુ ઉગ્ર બન્યો જ્યારે લોકો આરોપીઓ સામે કડક સજાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા. જેના કારણે વહીવટીતંત્રએ દબાણમાં આવીને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી.
બાળકોને સારા માર્ગે ચાલવાની સલાહ આપનાર પ્રોફેસર ખોટા રસ્તે ચાલવા લાગ્યા તે ખુબ જ શરમજનક બાબત છે. આવા કિસ્સા નવા નથી. આ પહેલા પણ દુનિયાભરમાં આવા અનેક મામલા સામે આવ્યા છે. વિદ્યાર્થિનીઓએ આવી ઘટનાઓ પર મૌન ન રહેવું જોઈએ, તેઓએ પોલીસને તેની જાણ કરવી જોઈએ.