SaurashtraGujaratJunagadh

જૂનાગઢમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક ને રિમાન્ડ દરમિયાન ઢોર માર મારતાં થયેલી હત્યા કેસમાં PSI મુકેશ મકવાણા ની ધરપકડ

જુનાગઢમાં પોલીસ નાં થર્ડ ડિગ્રી ટોર્ચર ના લીધે મૃત્યુ પામેલ હર્ષિલ જાદવ કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. ગુજરાતના પોલીસ ઘટનામાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક હર્ષિલ જાદવનું માર મારીને મોત નીપજાવનાર આરોપી PSI મુકેશ મકવાણા ની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ બી ડિવિઝન માં થોડા દિવસ પહેલા હપ્તાખોર PSI મુકેશ મકવાણા દ્વારા હર્ષિલ જાદવ પાસેથી 3 લાખ માંગવામાં આવ્યા હતા. પૈસાના ઈન્કાર પર PSI દ્વારા હર્ષિલ ને ઢોર માર મારવામાં આવ્યો હતો તેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે પરિવારજનો દ્વારા PSI સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ  દ્વારા PSI ની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી આરોપીની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે, હર્ષિલ જાદવ તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ચલાવી રહ્યો હતો. પરંતુ તેની પર આશીમ સીડા નામના ફરિયાદી દ્વારા જૂનાગઢ બી ડિવિઝન માં 1.20 લાખના ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી હર્ષિલ ને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદના આધારે લવાયો હતો. તે દરમિયાન પીએસઆઈ એમ. એમ. મકવાણા રિમાન્ડમાં માર ન મારવા ના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

જ્યારે હર્ષિલ ના પરિવાર દ્વારા આ પૈસા આપવા ના પાડી હતી. એવામાં પૈસા ન મળતા આરોપી પીએસઆઈ દ્વારા મુકેશને ખૂબ માર મારવામાં આવ્યો હતો. પીએસઆઈના ઢોર માર માં હર્ષિલ ના ડાબા પગમાં ફેક્ચર અને જમણા પગના લીગમેન્ટ ફાટી ગયા તેમજ માથાના ભાગમાં પણ ઈજા થઈ હતી. ત્યાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તેને લાવવામાં આવ્યો હતો. પરંતુ તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજતા પરિવાર દ્વારા પીએસઆઈ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જ્યારે આ મામલામાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, જૂનાગઢમાં મુકેશ જાદવ નામના વ્યક્તિને કોઈ ગુના બાબતમાં પોલીસ દ્વારા રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવાર પાસેથી 3 લાખ રૂપિયાને લાંચ માંગણી કરવામાં આવી હતી. પરંતુ પરિવાર લાંચ ન આપી શકવાથી રિમાન્ડમાં માર મારવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની વર્દીને ગુંડાગીરીના લોકો ભોગ બની રહ્યા છે. આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે સખ્ત પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ છે.