રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ થોડા દિવસ પહેલા રાજકોટમાં ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યો હતો,થોડા દિવસ પહેલા સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ નામ ગાયબ થયુ હતું.આવા વિવાદો વચ્ચે અમેરિકાના લોસ એન્જલસ ખાતે ગુજરાતીસ ઓફ નોર્થ અમેરિકા દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્નીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમેરિકાના લોસ એન્જલસ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનું વક્તવ્ય સંબોધતા કહ્યું,હું મારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન નરેંદ્રભાઈ મોદી જેવી ઈમાનદારીથી કામ કર્યું છે.એટલે જ વિકાસ શક્ય બન્યો છે.વધુમાં જણાવ્યુ,હું ગુજરાતમાં ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી મુખ્યમંત્રી પદ પર ખૂબ જ નિષ્ઠાથી કાર્યરત રહ્યો.
અમે ઇમાનદારી,નિર્ણાયક સરકારના નિર્ણય,સંવેદનશીલતા અને વિકાસશીલ કામગીરી આ બાબતોને ધ્યાનમાં લઈ ચાલ્યા છીએ.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, દેશના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ ગુજરાતમાં ૧૩ વર્ષ મુખ્યમંત્રીના પદ પર રહી ઈમાનદારીથી કાર્ય કર્યા હતા.તેઓએ જે કામ હાથ ધર્યા હતા તે કામને પૂર્ણ કરીને તેમના સપના પૂર્ણ કરીશું.