તાજેતરની ‘પુષ્પા’ ફિલ્મ જેવો જ કિસ્સો સુરતમાં બન્યો પરંતુ થયું એવું કે….
સુરતમાં ફિલ્મ ‘પુષ્પા’ જેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ખેડૂત આ ફિલ્મની જેમ જ ચંદનની હેરાફેરી કરતો ઝડપાયો હોવાનું સામે આવી છે. સુરતમાં ATS અને SOG ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે પુણા કુંભારીયાના એક મકાનમાં પાર્કિગમાં ચંદનના લાકડાનો ભારી ભરખમ જથ્થો મળી આવ્યો છે. તેને જોઇને લીધે પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આ સિવાય તે પણ જાણકારી સામે આવી છે કે, ચંદનના લાકડા 500 કિલોથી વધુ હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદ ATS ની ટીમને જાણ થઈ હતી કે, સુરતના એક વિસ્તારમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે. જેમાં તે પણ તેમને જાણકારી મળી હતી કે, સુરતના પુણા કુંભારિયામાં આવેલ ટેકરા ફળિયાના એક મકાનમાં પાર્કિંગમાં ચંદનના લાકડાનો જથ્થો પડેલો છે. ત્યાર બાદ જાણકારી આધારે ATS અને સુરત SOG અને વનવિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન મોટા પાટે ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
તેની સાથે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતા તે લોકોએ પોતાના નામ જણાવ્યા હતા. જેમાં વિનોદ પટેલ, ધીરુ આહીર અને વિજય ભરવાડ નામ સામે આવેલ છે. વિનોદ નામના વ્યક્તિની વાત કરીએ તો તેનું ફાર્મ હાઉસ કામરેજ નજીક આવેલું છે ત્યાં તેના દ્વારા ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં પણ જાણકારી સામે આવી છે કે, વિનોદ ભાઈ દ્વારા ચંદનના લાકડા વેચવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવામાં આવી નથી. તેની સાથે વિનોદ ભાઈ વધુ પૈસા કમાવવાની લાલચમાં પોલીસને તેમને જાણ કરી નહોતી.
જ્યારે આ ચંદનના લાકડાની વાત કરીએ તો આ 600 માં તેને પડતું હતું. પરંતુ તેની બજારમાં કિંમત રૂ 1500 થી વધુ હતી. જેના લીધે તેને વધુ પૈસા કમાવવા માટે આ પગલું ભર્યું તે પોલીસ પુછપરછમાં તેના દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમ છતાં પોલીસ દ્વારા 25 લાખથી વધુ કિંમતના લાકડાનો જથ્થો જપ્ત કરી લીધો છે. જ્યારે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરી તેની સાથે પૂછપરછ કરી વધુ જાણકારી મેળવવાની કામગીરી શરૂ કરી છે.