GujaratNews

રાધનપુરના ભિલોટ ગામમાં લગ્ન પ્રસંગ બન્યો લોહીયાળ

રાધનપુરના ભિલોટ ગામથી હત્યાની ઘટના સામે આવી છે. રાધનપુરના ભિલોટ ગામમાં લગ્નના દિવસે સામાન્ય બોલાચાલીમાં ગુપ્તિ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જેના પર ગુપ્તિ વડે હુમલો કરવામાં આવ્યો હતો તેનું મોત નીપજ્યું હતું. જેના લીધે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, દિલ્હીમાં રહેનાર નારણભાઇ દેવજીભાઈ વણકર તથા તેમના 4 ભાઈઓ રાધનપુર તાલુકાના ભીલોટ ગામમાં તેમના ભત્રીજીના લગ્ન પ્રસંગના કારણે પહોંચ્યા હતા.

પરંતુ ત્યારે બન્યું એવું કે લગ્ન પ્રસંગ હોવાના કારણે ઘરે જાન આવેલી હતી અને તે દરમિયાન શંકરભાઇ મણિલાલ વણકર કોઈ સાથે વાત કરીને જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેના કારણે રમેશભાઈએ શંકરભાઈને મહેમાનોને સામે અપશબ્દો બોલવાની ના પાડી તો આ બાબતે ખૂબ જ વિકરાળ રૂપ લઇ લીધો હતો.

ત્યાર બાદ શંકરભાઈ વણકર દ્વારા પોતાની પાસે પડેલી ગુપ્તિ વડે રમેશભાઈ પર હુમલો કરી દીધો હતો. જ્યારે આ હુમલો એટલો ખતરનાક હતો કે રમેશભાઈના પગના ભાગે ગુપ્તિ આરપાર થઈ ગઈ હતી અને તેમના શરીરથી લોહી વેહવા લાગ્યું હતું. તેના કારણે ઈજાગ્રસ્ત રમેશભાઈ સારવાર માટે રાધનપુર સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં તેમની હાલત વધુ નાજુક હોવાના કારણે અમદાવાદમાં લઇ જવાના હતા.

પરંતુ તે અમદાવાદ પહોંચે તે પહેલા જ તેમનો જીવ ચાલ્યો ગયો હતો. આ બાબતમાં પોલીસ દ્વારા શંકરભાઈ મણિલાલ વણકર સામે રમેશભાઈની હત્યાને લઈને ગુનો દાખલ કરવાની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા લગ્નના સગા સંબંધી સાથે પુછપરછ કરીને આ બાબતની તપાસ શરૂ કરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે