આ સુંદર યુવતી સાથે પ્રેમમાં પાગલ છે રાહુલ ચાહર, ફોટો જોઈને તમે પણ થઇ જશો હેરાન
ઇન્ડિયન પ્રીમિયર લીગથી ફેમસ થયેલ રાહુલ ચાહર. તેમને આજે કોઈપણ ઓળખાણની જરૂરત નથી અને તેઓ હમણાં ઘણા સમયથી પોતાની ગર્લફ્રેન્ડ ઈશાનીના પ્રેમમાં છે. તમને જણાવી દઈએ કે રાહુલ ચાહર ક્રિકેટ મેદાન સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની ગર્લફ્રેન્ડ ઈશાની સાથે ફોટો શેર કરતા હોય છે.
એ વાત જાણીતી છે કે રાહુલ ચાહર અને ઈશાની ઈન્સ્ટાગ્રામ પર જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા અચકાતા નથી. આટલું જ નહીં, બંનેએ વર્ષ 2019માં સગાઈ કરી હતી અને આ સમારોહમાં રાહુલ ચહરના પિતરાઈ ભાઈ દીપક ચહરે પણ હાજરી આપી હતી.
બીજી બાજુ હવે રાહુલ ચાહરના ચાહક ઈશાની અને તેમના લગ્નની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તમને જણાવી દઈએ કે હજી સુધી આ કપલએ કશો પણ ખુલાસો કર્યો નથી. તેઓ ક્યારે ફેરા ફરશે એ જાણવા માટે તેમના ચાહકો ખુબ આતુર છે. પણ તમને જણાવી દઈએ કે રાહુલ ચાહર એ ભારત માટે 2019માં ડેબ્યુ કર્યું હતું અને તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝમાં શામિલ કરી હતી. રાહુલ ચાહરએ 2017માં આઇપીએલમાં ડેબ્યુ કર્યું હતું.