GujaratSouth GujaratSurat

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં નીચલી કોર્ટ દ્વારા 23 મી માર્ચે દોષિત ઠેરેવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે તેમના દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી 13 મેએ હાથ ધરાશે. રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી સાથે જામીન મેળવવા માટે તે કોર્ટમાં ગયા હતા.

જામીન અરજી માટે રાહુલ ગાંધીને 3 વાગ્યાના કોર્ટમાં હાજર રહેવાનું હતું તેના માટે તેઓ પોતાના બહેન સહિત વકીલોના કાફલા સાથે હાજર રહ્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધી સરેન્ડર કરશે તે વાતને ફગાવી છે અને જણાવ્યું કે, અમે રાહુલ ગાંધીનો સાથ આપવા માટે અહીં આવ્યા છીએ અને કોર્ટની જે પ્રક્રિયા છે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2019 માં રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં નિવેદન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘બધા ચોરની અટક મોદી કેમ રહેલ છે?’ કોંગ્રેસના રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને તત્કાલિન બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કાનૂની લડત દ્વારા રાજકીય લડત લડવામાં આવી રહી છે. ચુકાદો આપવામાં આવ્યા ત્યારબાદ સંસદપદ રદ કરાયું છે. આ વાતને લઈને જન આંદોલન થવું વ્યાજબી રહેલ છે. દેશમાં મોટી સમસ્યા આવી જવાની હોય તે રીતે લોકશાહીની સામે ખતરો ઊભા કરવામાં આવી રહ્યો છે. દેશમાંથી લોકશાહી સમાપ્ત થઈ જશે તેઓ દેખાવ કરી સત્તાનો ઉપયોગ આજે કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા છે નફરત છોડો અને ભારત જોડો ની વાત કરી રહ્યા છે. જન આંદોલનનો પડખો અને ચોક્કસથી ખાતરી છે કે, આ વખતે કર્ણાટકની જનતા ભાજપને જરૂર જવાબ આપશે.