India

રેલવે સ્ટેશન પર બની એવી ઘટના કે તમામનો જીવ અઘ્ધર થઈ ગયો

મોરૈયા ખાતે રેલવે સ્ટેશનમા પોતાની ફરજ બજાવતા ટ્રેક મેન્ટનર તેમજ કીમેન દ્વારા મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે પાટાના વેલ્ડીંગ,જોઈન્ટ ,પોઇન્ટ્સના બોલ્ટ,સલેપાટ, તેમજ પ્રેશર મેન્ટેન માટે લગાવેલ 134 જેટલા સલેપાટના અને 286 એન્કરનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ બધું કાઢીને ઝાડી ઝાખરમાં ફેંકવામાં આવ્યું છે. સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમહમદ હુસેન મન્સૂરી કે જેઓ પાંચ મહિનાથી પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના મોરૈયા રેલવેટેશન ખાતે ટ્રેક મેન્ટેનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે 21 ફેબ્રુઆરીના રોજ અમહમદ હુસેન મન્સૂરી અને કી મેન મદનલાલ પાલ રેલવે ટ્રેક પર પાટાના જોઈન્ટ વેલ્ડીંગ, ERC,રેલ ફ્રેક્ચર, પોઇન્ટના બોલ્ટ તેમજ સલેપાટ વગેરે ચેક કરવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે મોરૈયા અને મટોડા રેલવે સ્ટેશનના વચ્ચે પાટા પર ચેકીંગ દરમિયાન સલેપાટ ઉપર 134 જેટલી સ્લીપર ઉપર પાટાની આસપાસ 286 જેટલા એન્કર નીકળેલા દેખાયા હતા. જેને લઈને ટ્રેક મેન્ટેનર અહમદ હુસેન અને કી મેન મદાનલાલે આ બાબતની જાણ મોરૈયાં રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર તેમજ ધોળકા CPWને કરી હતી.

નોંધનીય છે કે, સમગ્ર બાબતની ગંભીરતાને સમજીને સમયસૂચકતા રાખીને ધોળકા બાજુથી આવતી એક માલગાડીને મટોડા રેલ્વે સ્ટેશન ખાતે જ ઉભી રાખવામાં આવી હતી. જેને લઈને એક મોટી દુર્ઘટના થતા અટકાવી દેવામાં આવી હતી. થોડા સમય પછી મોરૈયા અને મટોડા રેલવે સ્ટેશનના સ્ટાફના તમામ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેલવે પાટાની આસપાસની ઝાડી ઝાખરમાં અને પાણીના ખાબોચિયામાં આરપીએફના જવાનો દ્વારા તપાસ હાથ ધરાતા તે તમામ 268 જેટલા એન્કર એટલે કે ERC મળ્યા હતા. બાદમાં પાટા ઓટ ફરીથી તમામ ERCને પર લગાવ્યા હતા. આમ સમયસૂચકતા રાખીને કામગીરી કરતા એક મોટી દુર્ઘટના થતા થતા અટકી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, હાલ સમગ્ર મામલે મોરૈયા રેલવે સ્ટેશનમાં ટ્રેક મેન્ટેનર તરીકે ફરજ બજાવતા અમહમદ હુસેન દ્વારા અજણાયા આરોપી વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે આ ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. જો આ ઘટનાની જાણ યોગ્ય સમયે ન થઇ હોત અને જો આ પાટા પરથી માલગાડી પસાર થઇ ગઇ હોત તો એક ખૂબ મોટી રેલવે દુર્ઘટના થવાની શક્યતા રહેલી હતી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.