BjpGujaratIndiaNewsPoliticsRajkot

રાજકોટ ભાજપમાં અંદરો-અંદર ડખો ? પૂર્વ કેબિનેટ મંત્રી બાવળીયાએ મૂક્યા આ ગંભીર આરોપો

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી અંદરો-અંદર આંતરિક વિખવાદ વધી રહ્યો છે.આ વચ્ચે રાજકોટથી BJP માટે વધુ એક સમાચાર સામે આવ્યા છે,જ્યાં જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે.જેમાં જસદણ તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખના રાજીનામાનો મામલો વધુને વધુ ગરમાયો છે.મહિલા મોરચાના પ્રમુખ જેમનું નામ સોનલબેન વસાણી છે.

આ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ મહિલા મોરચા પ્રમુખના સમર્થનમાં આગળ આવ્યા છે.પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખ્યો છે.કુંવરજી બાવળીયાએ મનસુખ રામાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

કુંવરજી બાવળીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખતા જણાવ્યુ છે કે,ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી જેઓ એક નિષ્ઠાવાન કાર્યકર્તા છે.પરંતુ હવે તેમણે રાજીનામું આપ્યું છે.વધુમાં જણાવીએ તો કુંવરજી બાવળીયાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખતા જણાવ્યુ કે ભાજપના મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી તેમણે રાજીનામું આપ્યું હોય તેવું જાણવા મળ્યું છે.