રાજકોટ – અમદાવાદ હાઈવે પર ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બે ના મોત
રાજ્યસહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે.લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટોવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગબનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવેથી સામે આવ્યો છે.
રાજકોટ – અમદાવાદ હાઈવે પર ઇકો કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત રાજકોટ – અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ પાસે થયો હતો જેમા એક ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે અને અન્ય 8 લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ પર આવેલા માલીયાસણ ગામ પાસે એક ડમ્પરની પાછળ ફૂલ ઝડપે આવી રહેલી ઈકો કાર એકાએક ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર સુધી ઘુસી ગયો હતો. આ અકસ્માતની જાણકારી કુવાડવા પોલીસને મળતા જ પોલીસની ટીમ અને 108 ની ટીમ ધટના સ્થળ પર દોડી આવી હતી. અકસ્માત થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
તેમના દ્વારા ઇકો કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમના દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઈકો કારમાં 10 લોકો સવાર રહેલા હતા જેમા બે ના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર રહેલી છે. અકસ્માતની બાબતમાં કુવાડવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.