GujaratRajkotSaurashtra

રાજકોટ પોલીસ કમિશ્નર કટકીકાંડમાં થયો નવો ખુલાસો, જાણો

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના કથિત કટકીકાંડ મામલે આજ રોજ ફરિયાદી જગજીવન સખિયા તેમજ કિશન સખીયાએ પત્રકાર પરિષદ યોજીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બંને ફરિયાદીઓએ ગઈકાલે શુક્રવારના રોજ ગાંધીનગરમાં ડીજી વિકાસ સહાય સમક્ષ રજૂ કરેલ નિવેદનો અંગે જણાવ્યું હતું. અને કહ્યું હતું કે, મારે ડિજી વિકાસ સહાયને કેટલાક પુરાવાઓ આપવાના હતા. માટે અમે તેમને ફોન કર્યો હતો.

ત્યારે વિકાસ સહાયએ પહેલા તો મને નિવેદન આપવા શનિવારે બોલાવ્યો હતો પરંતુ ગુરુવારના સાંજે તેમનો ક્વોરેન્ટાઈન સમય પૂરો થયો હોવાના કારણે મને શુક્રવારે જ બોલાવ્યો હતો. જેથી હું શુક્રવારના રોજ સવારના 10 વાગ્યે સાહેબની ઓફીસ પહોંચી ગયો હતો અને સાહેબ પણ મને આપેલા સમયે આવી ગયા હતા. અને મે મારુ વધારાનું નિવેદન તેમજ પુરાવા સાહેબને આપ્યા હતા.

તેમણે પત્રકારોને જણાવ્યું કે, અગાઉ મે જે પુરાવા આપવાની વાત કરી હતી તે તમામ પુરાવા ત્યાં રજૂ કર્યા છે. અને આ જ બાબતે મારું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયું હતું. બે કલાક સુધી મારુ અને કિશનનું વધારાનું નિવેદન લેવાયું હતું. મેં ત્યાં એક પેન ડ્રાઇવમાં વિડીયો તેમજ એક પત્ર પણ ત્યાં રજૂ કર્યો છે. વિડીયોમાં તારીખ 3 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદ દાખલ થયા પછી દિવાનપરા પોલીસ મથકે કિશનને બોલાવીને સાડા ચાર લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. તેમને આ પૈસા કોણે આપ્યા, પોલીસ કમિશનર સાહેબે આપ્યા કે પછી પીઆઈ ગઢવીએ આપ્યા કે પછી આરોપી જોડેથી વસુલ કર્યા.

જો આરોપી જોડેથી વસુલ્યા હોય તો તેની કોઈ મુદામાલ પાવતી ફાટી હતી કે નહીં અને જો કોઈ પાવતી ફાડવામાં આવી હોય તો તેની મને એક કોપી આપવામાં આવે અને તે પૈસા મને આપવાના બદલે કોર્ટમાં જમા કરાવવા જોઈએ. આ કેસમા પોલીસ મેન્યુઅલનો ભંગ કરવામાં આવ્યો છે કાં તો અમને શાંત કરવા માટે આ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. જેથી આ બાબતનો ખુલાસો થવો જોઈએ કે, ₹4.50 લાખ આવ્યા ક્યાંથી અને કઇ રીતે આવ્યા?

તેમણે વધુમાં કહ્યું કે બદલી કરવી એ ગુજરાત સરકારનું પ્રથમ પગલું છે. બદલી બાદ પણ આ કેસમાં કાર્યવાહી થશે. સોમવારના રોજ વિકાસ સહાયનો રિપોર્ટ જમા થઇ જશે અને ત્યાર પછી નક્કર પગલાંની કોઈ જાહેરાત થઈ શકે છે. મને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર તેની શાખ બચાવવા માટે આમાં નક્કર કાર્યવાહી કરશે. સોમવારે હું આ મુદ્દે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સાથે મુલાકાત કરવા જવાનો છું. આ બધા જ કટકીબાજો સામે કાયદાકીય રીતે ફરિયાદ દાખલ થવી જોઇએ. અત્યારે ફક્ત બદલી થઈ છે. રિપોર્ટ સોંપાયા પછી તમામની સામે કાર્યવાહી થશે. તમામની સામે ગુનો દાખલ થશે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવશે તેની મને ચોક્કસ ખાતરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હું માનું છુ કે, રાજ્ય સરકાર એસીબી એવા આધિકારીઓની તપાસ કરશે જેમણે અધધ સંપત્તિ ભેગી કરી દીધી છે. કટકીકાંડમાં સંડોવાયેલા તમામ કટકીબાજો સામે કાર્યવાહી થવી જોઈએ.ઉલ્લેખનીય છે કે, રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કટકી કાંડનો આરોપ લાગતા હાલ આ મામલાની તોએ ડિજી વિકાસ સહાય કરી રહ્યા છે. અને સોમવારના રોજ તેઓ પોતાનો રિપોર્ટ સોંપશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે