GujaratRajkotSaurashtra

160 ની સ્પીડે કાર ચલાવીને વીડિયો વાયરલ કરનાર જન્નત મીર સામે રાજકોટ પોલીસે લીધી એક્શન

હાલ માં જ એક યુવતીનો 160 ની સ્પીડે કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોની પોલીસે તપાસ હાથ ધરતા આ યુવતી રાજકોટની હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ પોલીસે એક્શન લઈને હાલ આ યુવતીની અટકાયત કરી હતી. જે બાદ યુવતી એ સ્પીડમાં કાર ચલાવી તે બદલ માફી માંગતો એક વીડિયો બનાવી ને તે વીડિયો રાજકોટ પોલીસના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકો નું મોત નિપજ્યા બાદ સમગ્ર ગુજરાતમાં હાલ ટ્રાફિક માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ જન્નત મીર નામની એક યુવતી 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી કાર ચલાવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. ત્યારે આ વીડિયોને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને વીડિયોમાં રહેલી યુવતી ની તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી રાજકોટની હોવાનું સામે આવ્યું હતું.

નોંધનીય છે કે, રાજકોટ પોલીસે 160ની સ્પીડે કાર ચલાવનાર જન્નત મીર ની અટકાયત કરી હતી. બાદમાં તેની પાસે માફી મંગાવી તેનો વીડિયો રાજકોટ પોલીસે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.