Gujarat

રાજકોટમાં વધુ એક પોલીસ અધિકારી સામે કરવામાં આવ્યો આ મોટો આરોપ, 32 કરોડની મિલકત પચાવવાનો આરોપ

હાલમાં રાજ્યમાં રાજકોટના દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ એક કેસમાં કમિશનર લેવાનો આક્ષેપ કરવામાં આવેલ છે જેને લઈને તે એક મોટો ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેને લઈને રોજે રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે આજે વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો પચાવી પાડી હોવાનો મામલો સામે આવ્યો છે.

આ કેસ ધનંજય ક્રેડિટ સોસાયટીનાં માલિક ધનશ્યામ પાંભર દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં તેમને જણાવ્યું છે કે તેની પાસેથી ભાજપનાં પૂર્વ કોર્પોરેટર સ્વ. ભીખાભાઇ વસોયાએ પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો લખાવી લીધાનો આરોપ લગાવ્યો છે. જે ધનશ્યામ પાંભર દ્વારા રાજકોટ પશ્ચિમ ઝોનનાં એસીપી પી. કે. દિયોરા અને તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે. વી. ધોળા સામે આરોપો લગાવવામાં આવ્યો છે. જો કે આ આરોપ ધનશ્યામભાઇ પાંભરના માતા કંચનબેન પાંભર અને એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા લગાવવામાં આવ્યો છે.

ધનશ્યામભાઇ પાંભરના માતા કંચનબેન પાંભર અને એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, પોલીસે ખોટી રીતે મારા અસિલને દબાવીને અને મારી સામે ખોટા કેસ દાખલ કરીને અમને ફસાવી 32 કરોડની મિલ્કતો લખાવી લીધી છે. આ બનાવમાં તાલુકા પોલીસ સ્ટેશનના એસીપી, પીઆઇ અને ડી-સ્ટાફના કોન્સટેબલ આ ઉપરાંત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સ્વ.ભીખા વસોયા પણ શામેલ હોવાના આરોપ લગાવ્યા છે. અને આ મામલે પોલીસે તેમને ધાક ધમકીઓ આપી હોવાનો આ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ પોલીસ અને તેમના પર લગાવેલા આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે અને તેને તદ્દન ખોટા હોવાનું જણાવ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે