નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું રાજકોટ શહેરની,જ્યાં શહેરમાં આ વ્યક્તિ છેલ્લા ૨૫ વર્ષથી લોકોને ખૂબ પ્રેમ-ભાવથી બેસાડીને જમાડે છે.જેમનું નામ કમલેશભાઈ છે,અહી દરેક વસ્તુ ગરમાગરમ પીરસવામાં આવે છે.
અહી જમવામાં તમને ૭ જાતનાશાક,સલાડ,કઢી-ખીચડી,કઢી-પુલાવ,છાશ,પાપડ,રોટલી,રોટલા,પરોઠા,ભાખરી,આ બધુ તમે ભરપેટ જમી શકો છો.
જો આપણે અહીનું સરનામું જોઈએ તો રાજકોટમાં ઢેબર રોડ પર મ્યુનિસીપલ કોર્પોરેશન ચોકમા મારુતિ અલ્પાહાર નામથી ખૂબ જ જાણીતા છે.અને છતાં પણ સરનામું ન મળે તો ૯૭૨૫૪૭૨૧૭૨ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.જો તમે રાજકોટમાં રહેતા હોવ અથવા રાજકોટ બાજુ જાઓ તો અહી જમવા માટે ચોક્કસ જજો,અહી ખૂબ જ સારું જમવાનું મળે છે.