પંજાબમાં 13 દિવસ પછી ચુંટણી છે. આ વચ્ચે રેપ અને કહું જેવા ગુનાહ માટે સજા ભોગવી રહેલ સાચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામ રહીમ ફરલો જેલમાંથી છૂટી ગયો છે. હરિયાણામાં રોહતક જેલમાં બંધ રામ રહીમને તેમના અનુયાયી ચોરી છૂપી ડેરા લઈ જઈ રહ્યા છે, અહિયાં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પંજાબમાં 23 જિલ્લામાં 300 મોટા ડેરા હાજર છે. આ બધાનું રાજનીતિમાં સીધો સંબંધ છે. માલવા, માઝા અને દોઆબા જેવા ક્ષેત્રમાં દેરાઓનું સારું ચાલે છે.
હરિયાણાના સિરસા જિલ્લામાં સ્થિત ડેરા સચ્ચા સૌદા પંજાબના માલવા ક્ષેત્રમાં લગભગ 69 બેઠકો પર અસર કરે છે. હરિયાણા જેલ વિભાગ દ્વારા 21 દિવસની ફર્લો (રજા)ની અરજી મંજૂર કરવામાં આવ્યા બાદ રામ રહીમ બહાર આવ્યો છે. આ દરમિયાન સુનારિયા જેલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રોહતક કમિશનરની સહી બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
ફર્લોની જાણ થતાં જ રામ રહીમને લેવા માટે સિરસા ડેરાથી દસ વાહનોનો કાફલો સુનારિયા જેલ આવ્યો હતો. આમાં રામ રહીમની માતા નસીબ કૌર પણ સામેલ હતી. બળાત્કાર અને બે સાધ્વીઓની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા રામ રહીમની મુક્તિથી કેમ્પમાં ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલએ આ વિષે કહ્યું છે કે, ‘રામ રહીમની ફર્લોનું રાજનીતિ કે પછી આવનાર ચુંટણી સાથે કોઈ સંબંધ નથી. આ બસ સંયોગ છે. ત્રણ વર્ષની જેલ પછી કોઈપણ કેદી ફર્લો માટે અરજી કરી શકે છે. એડમિનિસ્ટ્રેશન એની ખાતરી કરે છે કે તેનાથી નિયમ વ્યવસ્થા તો પ્રભાવિત નથી થઈ રહી છે. સંપૂર્ણ નિરક્ષણ પછી જ નિર્ણય લેવામાં આવે છે.’
બીજી તરફ હરિયાણાના જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ બે દિવસ પહેલા પોતાના નિવેદનમાં ફર્લોને દરેક કેદીનો અધિકાર ગણાવ્યો હતો. ત્યારબાદ રામ રહીમને 21 દિવસની છૂટ મળી અને તે આજે (7 ફેબ્રુઆરી) સવારે જેલમાંથી મુક્ત થયો. ફર્લો એ શરતે આપવામાં આવ્યો હતો કે રામ રહીમે 21 દિવસ સુધી પોલીસની દેખરેખમાં રહેવું પડશે. તેઓ મોટે ભાગે ટેન્ટમાં જ રહેશે.
8 મહિનામાં રામ રહીમની આ બીજી પેરોલ છે. અગાઉ 17 મે, 2021 ના રોજ, તેણે માતાની માંદગીને ટાંકીને 21 દિવસ માટે ઇમરજન્સી પેરોલ લીધો હતો. શાહ મસ્તાનાએ 1948માં ડેરાની સ્થાપના કરી હતી. 1960માં શાહ સતનામ ડેરાના વડા હતા. ત્યારબાદ 1990માં રામ રહીમ ડેરાના વડા બન્યા હતા. ત્યારે તે 23 વર્ષનો હતો. ડેરા સચ્ચા સૌદાની રાજકીય પાંખની રચના વર્ષ 2006-07માં થઈ હતી. જેમાં રામ રહીમના વિશ્વાસુ લોકોનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, દરેક રાજ્યની 45 સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવી હતી.
ડેરા 2007, 2012 અને 2017 ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય ભાગ લેનાર છે. તે જ સમયે, 2014ની લોકસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રામ રહીમે પીએમના સ્વચ્છ ભારત મિશનના વખાણ કર્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. દરેક નેતા મતના લોભમાં માથું નમાવવા છાવણીમાં જતા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ વિધાનસભા ચૂંટણી પહેલા પત્ની અને પરિવાર સાથે કેમ્પમાં ગયા હતા.