BollywoodIndia

રાનુ મંડલના મેકઅપ પર લોકોએ કેવી કમેન્ટ કરી જુઓ,

લતા મંગેશકરના ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ રાતોરાત Ranu Mandal નું ભાગ્ય બદલી નાખ્યું. રાનુ મંડલ હાલના સમયમાં ઇન્ટરનેટ પર ખુબ જ જાણીતું પાત્ર છે. રાનુનું નામ દેશમાં ચારેબાજુ ફેલાઈ ગયુ છે. તેની પ્રતિભાના આધારે માત્ર ફિલ્મોમાં જ ગાવાનો મોકો મળ્યો નહીં, પરંતુ ઘણાં ગાયક રિયાલિટી શોમાં તેમને મહેમાન તરીકે પણ આમંત્રણ અપાયું હતું.

લોકપ્રિય થયા પછી રાનુ મંડલ અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળે છે. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં રાનુ મંડલનો નવો લુક દેખાયો.નવો લુક જોઈને લોકો દંગ રહી ગયા. આ ઇવેન્ટમાં રાનુ મંડલ લહેંગા અને હેવી જ્વેલરીમાં જોવા મળી હતી. Ranu Mandal નો મેકઅપ સૌથી વધુ ચોંકાવનારો હતો કેમ કે મેકઅપ તેની ઓરીજનલ સ્કિનથી ઘણો લાઈટ હતો.

રાણુ મંડળના મેકઅપવાળા ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો રાનુ મંડળની આ તસવીરોની મજાક ઉડાવી રહ્યા છે અને તેમના મેકઅપની આર્ટિસ્ટને ટ્રોલ કરી રહ્યાં છે.એક સોશ્યલ મીડિયા યુઝરે રાનુના મેકઅપની મજાક ઉડાવી અને લખ્યું- ફોટો 1 – કપડા ધોયા પહેલાં. ફોટો 2- કપડાં ધોયા પછી.એક યુઝરે લખ્યું કે રાનુ મંડલનો મેકઅપ તેના ફ્યુચર કરતા ઘણો બ્રાઇટ છે. એક એ તો એવું લખ્યું કે જયારે આપણે ખુદ આપણો મેકઅપ કરવાનું વિચારીએ ત્યારે આવું થાય.એક યુઝરે લખ્યું કે રાનુ ના મેકઅપ આર્ટિસ્ટને 2020નો ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ.