BollywoodIndiaNews

આખરે રશ્મિકા મંદાનાએ જણાવ્યું કોણ છે તેના સપનાનો રાજકુમાર, નેશનલ ક્રશ રશ્મિકા આજે છે ટોપ પર

સાઉથની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા પછી અભિનેત્રી રશ્મિકા મંદાના ખૂબ ફેમસ થઈ ગઈ છે. પહેલા તેની ક્યૂટ સ્માઇલ પર આખું સાઉથ મરતું હતું ત્યાં આજે ગૂગલમાં નેશનલ ક્રશ સર્ચ કરવા પર રશ્મિકાનું નામ આવે છે. તેના ચાહકો હમેશાં તેના વિષે જાણવા માંગતા હોય છે કે આખરે રશ્મિકાનો ક્રશ કોણ છે. રશ્મિકા ક્યારે પોતાના રાજકુમારનું નામ જણાવશે. પણ રશ્મિકાએ આજે જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાએ પ્રેમ, સંબંધો અને લગ્ન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું, “મારા માટે, પ્રેમ એ છે જ્યારે તમે એકબીજાનો આદર કરો છો, જ્યારે તમે એકબીજાને સમય આપો છો અને જ્યારે તમે સુરક્ષિત અનુભવો છો. પ્રેમનું વર્ણન કરવું મુશ્કેલ છે કારણ કે તે લાગણીઓ વિશે છે. પ્રેમ ત્યારે જ કામ કરે છે જ્યારે તે બંને રીતે હોય.”

ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાને તેના લગ્નના પ્લાન વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘મને ખબર નથી કે આ વિશે શું વિચારવું, કારણ કે હું લગ્ન કરવા માટે ખૂબ નાની છું. મેં અત્યારે આ વિશે વિચાર્યું પણ નથી. જો કે, જો તમે પૂછો છો, તો હું તમને કહી દઉં કે મારે એક એવો જીવનસાથી જોઈએ છે જેની સાથે હું આરામદાયક અનુભવી શકું.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આ અફવા ઊડી હતી કે રશ્મિકા ‘અર્જુન રેડ્ડી’ના અભિનેતા વિજય દેવરકોડાને ડેટ કરી રહી છે. રશ્મિકા અને વિજય મુંબઈ અને હૈદરાબાદમાં એક જ જગ્યાએ જિમ જાય છે. તમને જણાવી દઈએ કે તેઓ બંને નવુંવર્ષ ઉજવવા માટે સાથે ગોવા પણ ગયા હતા. પણ બંનેએ આ વાતને અફવા ગણાવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા ટૂંક સમયમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળશે. આ સિવાય રશ્મિકા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ‘ગુડ બાય’માં જોવા મળશે. તેમની આ મોટી બોલિવૂડ ફિલ્મો આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય રશ્મિકાના ચાહકો તેની ફિલ્મ ‘અદાવલ્લુ મિકુ જૌહરલુ’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

હાલમાં જ રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં રશ્મિકા લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી પણ કરી લીધી છે. જ્યારથી આ ફિલ્મ હિટ થઈ છે, ત્યારથી રશ્મિકા લોકોમાં એક અલગ જ મૂડ જોવા મળી રહી છે.