India

હંમેશા માટે બંધ થઇ ગઈ આ બેંક , તમારા પૈસા હોય તો સમયસર નીકાળી લેજો

દેશમાં ઘરે ઘરે બેંકીંગ સેવાઓ પ્રદાન કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2015 માં પેમેન્ટ બેંક શરૂ કરી હતી. આ બેંકના લાઇસન્સ માટે, દેશની 41 કંપનીઓએ આરબીઆઈને અરજી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર 11 લાઇસન્સ જારી કરાઈ હતી.આ પેમેન્ટ બેંકોમાંની એક વોડાફોન એમ-પેસાએ કામગીરી બંધ કરી દીધી છે. આવી સ્થિતિમા હવે વોડાફોન એમ-પેસા ગ્રાહકોને તેમની ચોક્કસ ચુકવણી માટે તેમની પેમેન્ટ બેંકમાંથી પૈસા કાઢવા પડશે.

વોડાફોને પેમેન્ટ બેંકના એમ-પેસાને બંધ કરવા સ્વેચ્છાએ એપ્લિકેશન આપી હતી. આ પછી રિઝર્વ બેંકે હવે વોડાફોન એમ-પેસા એલોટેડ રાઇટ્સ સર્ટિફિકેટ (સીઓએ) રદ કર્યું છે. આરબીઆઈના આ નિર્ણય પછી કંપની પ્રિપેઇડ પેમેન્ટ સંબંધિત કામ કરી શકશે નહીં. આનો અર્થ એ કે તે પેમેન્ટ બેંકનું કાર્ય બંધ થઈ ગયું છે.

જો ગ્રાહકો અથવા વેપારીઓ કંપની પર પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર (પીએસઓ) તરીકે કોઈ માન્ય દાવા ધરાવે છે, તો તેઓ 30 સપ્ટેમ્બર 2022 સુધી સીઓએ રદ થયાના 3 વર્ષમાં દાવો કરી શકે છે. સ્વાભાવિક છે કે, ગ્રાહકોએ આ સમયમર્યાદા સુધી તેમના તમામ દાવાની પતાવટ કરવી પડશે.

પેમેન્ટ બેંકો શરૂ કરવાનો હેતુ નાના બચત ખાતા ધારકોને ઓછી આવક ધરાવતા , અસંગઠિત ક્ષેત્રમાં, સ્થળાંતર મજૂરો અને નાના ઉદ્યોગપતિઓને બેંકિંગ સેવાઓ સાથે જોડવાનો છે. આ માટે આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશનો, મોબાઇલ ફોન સેવા કંપનીઓ અથવા સુપર માર્કેટ ચેઇન વગેરેને પેમેન્ટ બેંક શરૂ કરવાની મંજૂરી આપી છે.

આ બેંકોને થાપણ તરીકે મોટી રકમ સ્વીકારવાની મંજૂરી નથી. આ સિવાય આ બેંકો લોન આપી શકતી નથી. જોકે એટીએમ / ડેબિટ કાર્ડ જારી કરી શકાય છે, ક્રેડિટ કાર્ડ્સ નથી મળી શકતા.