શેર માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે આ સારા સમાચાર છે કેમ કે અનિલ અંબાણીની કંપની Reliance naval and engineering ltd નો Share ફક્ત અઢી મહીનામાં 950% વધી ગયો છે. 9 સપ્ટેમ્બરે શેર 73 પૈસા પર બંધ થયો હતો અને હાલની કિંમત 7.67 રૂપિયા છે. 2009માં આ શેરનું લિસ્ટિંગ થયું હતું.
દેવાળું ફૂંકી ગયેલી આ કંપનીને ફરી બેઠી કરવા અનિલ અંબાણી મહેનત કરી રહયા છે. સરકાર દેશની સુરક્ષામાં અબજો રુપિયા ખર્ચવાનું વીચારી રહી છે ત્યારે અનીલ અંબાણી ની નજર તેમના પર જ છે.જાણકારો કહે છે કે કંપનીના સુધારાને લીધે આ શેરની કિંમત નથી વધી રહી પણ કંપની ને ભવિષ્યમાં મળનારા કોન્ટ્રાકટ ને લીધે કિંમત વધી રહી છે.
રિલાયન્સ નેવલ સરકાર પાસેથી ડિફેન્સ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયત્નો કરશે અને આમ થશે તો કંપનીમાં સુધારો આવશે અને શેરની કિંમત હજુ પણ વધી શકે તેમ છે.