લોકસભા ચૂંટણી 2024 વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
2 જૂને આત્મસમર્પણ કરવું પડશે
અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ પાસે 5 જૂન સુધી જામીન માંગ્યા હતા. જોકે, કોર્ટે કહ્યું કે આપણે કોઈ સામાન્ય રેખા ન દોરવી જોઈએ. કેજરીવાલની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ અગાઉ અથવા પછી પણ થઈ શકે છે. હવે 21 દિવસ અહીં અને ત્યાં કોઈ ફરક નહીં પડે. અરવિંદ કેજરીવાલ 2 જૂને આત્મસમર્પણ કરશે.
તમને જણાવી દઈએ કે ઈડી કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, ED આબકારી નીતિ સંબંધિત આ મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત તેની ચાર્જશીટમાં AAPને આરોપી તરીકે નામ આપવાની તૈયારીમાં છે. એજન્સીની ચાર્જશીટમાં AAP તેમજ તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને BRS નેતા કે કવિતાના નામ સામેલ હોવાના અહેવાલ છે. જો આમ થશે તો AAPની મુશ્કેલીઓ તો વધશે જ પરંતુ જામીનની રાહ જોઈ રહેલા અરવિંદ કેજરીવાલને પણ મોટો ફટકો પડી શકે છે.