International

રેસ્ટોરન્ટના વેઇટરએ પ્રાઇવેટ પાર્ટનો વાળ મિક્સ કરી દીધો ભોજનમાં અને પછી…

જાપાનની આ ઘટના આમ તો થોડા મહિના પહેલાંની છે પણ આનો વિડીયો હમણાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વિડીયોમાં જાપાનની એક કરી રેસ્ટરોમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. તેમાં લંચ કરી રહેલ કર્મચારીઓ વચ્ચે એવું થાય છે જે જોઈને તમને ઊલટી જેવી ફિલિંગ થશે.

મળતી માહિતી મુજબ, આ વીડિયો જાપાનના ફુકુઓકા સ્થિત એક રેસ્ટોરન્ટમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં એક વેઈટરે તેની સાથે જમતા કર્મચારીના ફૂડમાં પ્યુબિક હેર મિક્સ કર્યા હતા. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. EBC નામની સ્થાનિક વેબસાઈટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે કર્મચારીઓ લંચ બ્રેક દરમિયાન એકસાથે જમતા હતા. ત્યારે એક વ્યક્તિએ તેના પેન્ટમાં હાથ નાખ્યો અને તેના પ્રાઈવેટ પાર્ટ વડે વાળ તોડવાનો પ્રયાસ કર્યો. તે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયો. બીજી વાર તેના હાથમાં વાળનો ટુકડો આવ્યો.

વ્યક્તિ તરત જ પ્યુબિક વાળને પોતાના સાથી કર્મચારીના ભોજનમાં નાખી ડે છે, આવી ગંદી હરકત કર્યા પછી વ્યક્તિ ખૂબ બેશરમ થઈને કહે છે કે તે ભોજનમાં સ્પેશિયલ મસાલો મિક્સ કરી રહ્યો છે. જો કે વાઇરલ થયા પછી આ વ્યક્તિને આ વિષે પૂછવામાં આવે છે તો તે કહે છે કે તે તેનું જમવાનું હતું રેસ્ટરોમાં પીરસવા માટેનું ફૂડ આઈટમ.
 
આ વિડિયો માણસના મિત્ર દ્વારા મજાકમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદમાં ડિલીટ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીંથી કોઈએ તેને ટ્વિટર પર મૂક્યો. આ પછી આ વીડિયો જોતા જ વાયરલ થઈ ગયો. રેસ્ટોરન્ટના અન્ય કર્મચારીએ આ વીડિયો જોયો અને તેના હેડક્વાર્ટરમાં વીડિયો અંગે ફરિયાદ કરી.

આ પછી વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ થઈ અને તેનો પર્દાફાશ થયો. જો કે, પૂછપરછ દરમિયાન પણ, વ્યક્તિએ નિર્લજ્જતાથી તે સ્વીકાર્યું અને કહ્યું કે તે માત્ર મજાક કરી રહ્યો હતો.જોકે, વીડિયો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે તેના માટે માફી માંગી હતી. રેસ્ટોરન્ટે કહ્યું કે કર્મચારી દ્વારા આવું કૃત્ય યોગ્ય નથી. મામલો પ્રકાશમાં આવતાં જ તેણે તરત જ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.