BollywoodIndia

બોલિવુડના દિગ્ગ્જ અભિનેતા ઋષિ કપૂરનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું મોડીરાત્રે રાત્રે નિધન થયું છે. તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન અંગે માહિતી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ચાલ્યા ગયા. ઋષિ કપૂર ચાલ્યા ગયા. હું તૂટી ગયો છું રણધીર કપૂરે ઋષિના કપૂર સમાચારોની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે ઋષિ કપૂરને બુધવારે તેના પરિવાર દ્વારા એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના ભાઈ રણધીરે કહ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

ગઈકાલે 29 એપ્રિલે હિન્દી સિનેમાએ અભિનેતા ઇરફાન ખાનને ગુમાવ્યો હતો. હવે આજે ઋષિ કપૂરે વિદાય લીધી. બે દિગ્ગજ કલાકારો બૉલીવુડ માટે મોટો આંચકો છે. ઋષિ કપૂરના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતાના મોત પર સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઋષિ કપૂરે હિન્દી સિનેમામાં મોટો ફાળો આપ્યો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું કે આ અઠવાડિયુભારતીય સિનેમા માટે ઘણું દુઃખ પહોંચાડનાર છે.ઋષિ કપૂર આજે આપણા વચ્ચેથી ચાલ્યા ગયા છે.

દેશના માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ ઋષિ કપૂરની વિદાય પર દુ: ખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે ઋષિ કપૂરનું અચાનક વિદાય થવું આશ્ચર્યજનક છે. તે એક તેજસ્વી અભિનેતા હોવા સાથે તેજસ્વી માનવી પણ હતો. તેના પરિવારને સંવેદના.

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે લાગે છે કે આપણે એક દુઃખદ સ્વપ્ન ની વચ્ચે છીએ.ઋષિ કપૂરની વિદાયથી મોટો આંચકો લાગ્યો છે. આ હ્રદયસ્પર્શી છે. તે મહાન હતા, એક મહાન મિત્ર હતા.