Ajab GajabIndia

દેશમાં આ શહેરમાં હવે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તોની મદદ કરનારને મળશે હજારો રૂપિયાનું ઇનામ

રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને બચાવવા માનવતાનો ધર્મ કહેવામાં આવે છે. પરંતુ ક્યારેક આપને કામોમાં એટલા વ્યસ્ત હોય છીએ કે, આપણે તેની મદદ કરી શકતા નથી. એવામાં હવે એક રાજ્યમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડાનાર માટે ખાસ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં ઉત્તર પ્રદેશની એક સીટીમાંથી કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રોડ અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ તેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં પહોંચાડશે તો યુપીની સીટી નોઈડામાં તેમને પ્રોત્સાહન રૂપે 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ બાબતમાં નોઈડાના ડીસીપી ગણેશ પ્રસાદ સાહા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા એક રકમ ઇનામ તરીકે નક્કી કરવામાં આવી હતી. તે અનુસાર ઈજાગ્રસ્તને મદદ કરનાર 2000 ના ઇનામની રકમ રખાઈ હતી. પરંતુ ગયા વર્ષે આ રાશીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેસ દ્વારા ફેરફાર કરવામાં આવેલ રકમ મુજબ હવે 5000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આદેશનું અમલીકરણ 31 મે 2026 ના લાગુ રહેશે.

જ્યારે ડીસીપી દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓને ઓછી કરવા અને તેમાં સુધારો લાવવા માટે આ ઇનામી રકમની શરૂઆત કરવામાં આવી છે. તેની સાથે છેલ્લાં પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો જેમાં 4600 દુર્ઘટનાઓમાં 2000 થી પણ વધુ લોકોનાં મોત નીપજ્યા છે.

તેની સાથે આ નિર્ણય એક જરૂર ફાયદો થશે કે લોકો અકસ્માત ઈજાગ્રસ્ત થયેલ લોકોની મદદે જરૂર આવશે. પરંતુ સામાન્ય રીતે એવી બનતું હોય છે કે, પોલીસના ભયથી લોકો વચ્ચે પડતા ખચકાતા હોય છે. જ્યારે હવે આ નિર્ણયથી શું લોકો મદદ કરશે કે નહીં તે સમય જ બતાવશે.